સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 29th November 2020

વૃધ્ધના લગન્નું સર્ટી બનાવી કરોડોની જમીન પચાવી પાડવાનો કારસો

પોરબંદરમાં કરોડોના જમીન કૌભાંડમાં એડવોકેટ, નોટરી સહિતનાની પુછતાછ

કર્મચાઓની પણ થશે પુછપરછ : વધુ સંડોવણીની સંભાવના

પોરબંદરમાં અવિવાહીત વૃધ્ધની ૭ કરોડની જમીન પચાવી પાડવા મામલે એક મહિલા સહિત ત્રણ સામે પોલીસ ફરીયાદ નોîધાયા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આ મામલે હજુ અનેકની સંડોવણી બહાર આવે તેવી શકયત છે.

પોરબંદરના ખાખચોક વિસ્તારમાં રહેતા બદરૂદીન ગુલામહુસેન આડતીયા નામના ૭પ વર્ષીય વૃધ્ધ અપરણીત હોવા છતાં તેની સાથે લગન્નું ખોટું સર્ટીફીકેટ બનાવી એક મહિલાએ તેની કરોડોની કિંમતની જમીન પાવર ઓફ એટર્નીથી પચાવી પાડી માત્ર ચાલીસ લાખ રૂપિયામાં ખાંભોદરના ખીમા લખુ ગોઢાણીયાને વેચાણ કર્યુ હતું.

(3:04 pm IST)