News of Sunday, 29th November 2020
ઘણા સમયથી ચાલી રહેલી ગતિવિધ બાદ
સકકરબાગમાંથી ૧ર દીપડા જામનગર નજીક ખાનગી સફારી પાર્કમાં મોકલાયા
આગામી સમયમાં વધુ દીપડા તથા સિંહ સહિતના પ્રાણીઓ પણ મોકલવામાં આવશે
જુનાગઢ : જામનગર નજીક ખાનગી કંપનીએ બનાવેલ સફારી પાર્ક માટે પ્રાણીઓ મોકલવા છેલ્લા ઘણા સમયથી ગતિવીધી ચાલી રહી હતા તેના ભાગરૂપે બે દિવસ પહેલા જુનાગઢના સકકરબાગ ઝૂમાંથી ૧ર જેટલા દીપડાઓ આ ખાનગી સફારી પાર્કમાં મોકલાયા છે. આગામી સમયમાં વધુ દીપડા તથા સિંહ સહિતના પ્રાણીઓ પણ મોકલવામાં આવશે.
સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ે દિવસ પહેલા સકકરબાગમાંથી ૧ર દીપડા મોકલવામાં આવ્યા છે. હજુ આગામી સમયમાં વધુ દીપડા તથા સિંહ સહિતના પ્રાણીઓ પણ મંજૂરી મળ્યા બાદ મોકલવામાં આવશે તેની મંજૂરી માટે હાલ પ્રક્રિયા ચાલી રહી છે.
(3:03 pm IST)