સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 29th November 2020

સુત્રાપાડાના બરૂલા ગામે

દીપડા સાથે માતાએ બાથ ભીડી પુત્ર પર હૂમલો કરનાર દીપડાને ભગાડયો

ધુળ-માટીના ઢેફાં ફેંકી દીપડાને ભગાડયોઃ બાળકને નજીકની હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાયો

અમદાવાદ : ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકના બરૂલા ગામે પિતાને ચા આપવા ગયેલ પુત્ર પર દીપડાએ હૂમલો કરી મોîઢાના ભાગે પકડતાં બાળકે બૂમાબૂમ કરતા તેની માતાએ પુત્રને બચાવવા દોટ લગાવી. દીપડા પર માટી-ધૂળના ઢેફાં ફેંકતા દીપડો બાળકને મૂકીને ભાગી ગયો હતો જયારે બાળકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો

જયારે બનાવ અંગે વન વિભાગને જાણ કરતા અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો હતો અને દીપડાને પકડવા પાંજરા મુકવા કાર્યવાહી હાથ ધરી હતી.

(1:51 pm IST)