સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 29th November 2020

ખાંભાના વાંગધ્રામાં દીપડાએ બાળક પર કર્યો હૂમલો

ખાંભા : ખાંભાના વાંગધ્રા ગામે ખેત મજૂરના પરિવારના અઢી વર્ષનાં બાળક પર દીપડાએ હૂમલો કરતા સારવાર અર્થે અમરેલી ખસેડાયા છે. વાંગધ્રા ગામે માતા-પિતા સાથે બાળક કપાસ વિણતા હોય ત્યારે અચાનક રાજ અનિલભાઇ નાઇક (ઉ.ર.પ) ને દીપડાએ માથાના ભાગે હૂમલો કરી ઇજા કરતા સારવાર અર્થે ખાંભા ખસેડાયા બાદ અમરેલી રીફર કર્યો હતો. વન વિભાગ આરએફઓ રાજલ પાઠ સહિત સ્થાનિક સ્ટાફ દ્વારા ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી હતી અને દીપડાને પકડવા વન વિભગ દ્વારા પાંજરા મૂકવામાં આવ્યા હતાં.

(1:27 pm IST)