સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 29th November 2020

ગોડલના ચકચારી જેલ પ્રકરણમાં જેલર અને પાંચ સિપાઇ સસ્પેન્ડ

ગોડલ : જલ્સાધર બની ચર્ચાસ્પદ બનવા પામેલી ગોîડલ સબ જેલમાં બે માસ પૂર્વે અમદાવાદની જડતી સ્કોડ દ્વારા ચેકીંગ હાથ ધરી મોબાઇલ, ડોîગલ, રોકડ સહિત જેલમાં અનઅધિકૃત પ્રવેશી બાહુબલી કેદીઓ સાથે ભોજનની મિજબની માણી રહેલ છ શખ્સો સામે ફરીયદ થયાની ઘટનામાં જેલ તંત્ર દ્વારા રહી રહીને જેલને જલસાઘર બનાવનાર જેલર ડી. કે. પરમાર તથા પાંચ સિપાઇઓને સસ્પેન્ડ કરાયાં છે.

જડતી સ્કોડની રેડ વેળ જેલમાં ચાલતી ગેરરીતિઓ બહાર આવી હોય અને સ્કોડની હાજરીમાં જ અનઅધિકૃત મુલાકાતીઓને જેલનો દરવાજા ખોલી દઇ ભગાડી દેનારા ગેઇટ પરનાં સિપાઇને તે વેળાએ સસ્પેન્ડ કરી દેવાયો હતો. હવે જેલર સહિત અન્ય પાંચ સિપાઇઓને સસ્પેન્ડ કરાયા છે. ગેîગસ્ટર નિખીલ દોîગાને જેલમાં તમામ સવલતો પુરી પાડવામાં જેલર પરમારનો મહત્વનો રોલ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યા બાદ સીટી પોલીસમાં જેલર ડી. કે. પરમાર સામે ફરીયાદ થવા પામી હતી.

જેલરે અદાલતમાં આગોતરા જામીન અરજી કરી હતી. પણ અદાલતે નામંજૂર કરી હોય છેલ્લા દોઢ માસથી જેલર પરમાર પોલીસ પકડડથી દુર ભૂગર્ભમાં ઉતરી ગય છે. હવે જેલ તંત્ર દ્વારા જેલરને સસ્પેન્ડ કરી દેવાયા હોઇ સબ જેલ પ્રકરણ વધુ ચકચારી બન્યું છે.

(1:26 pm IST)