સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 29th November 2020

ઓખામાંથી પકડાયેલા રૂ. ર૪.૪૦ લાખના ડીઝલ જથ્થામાં પાંચ શખ્સ સામે નોધાતો ગુનો

ખંભાળીયા : ઓખાના બેટ-દ્વારકાના દરિયામાંથી અઠવાડીયા પહેલા પોલીસ રૂ. ર૪.૪૦ લાખની કિંમતના ૩ર૦૦ લીટર ડીઝલ ભરેલા ૧૬ બેરલનો જથ્થો ઝડપી લીધો હતો અને અનેક બોટની તલાસી લેવામાં આવી હતી. આ મામલે પોલીસે બોટ માલિક ઇમદાદભાઇ અજીજભાઇ મેપાણીની ફરીયાદ પરથી સિકકાના હારૂન ઇશા મેપાણી સહિત પાંચ શખ્સ વિરૂધ્ધ ફરીયાદ નોîધાવવામાં આવતા પોલીસે ગુનો નોîધ્યો હતો. પોલીસે અન્ય શખ્સોની શોધખોળ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

(12:24 pm IST)