સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th November 2018

દેવલી ગામે પિતા ની હત્યામાં પુત્ર પણ સામેલઃ રિમાન્ડ મંજુર

તળાજા પોલીસનો તપાસમાં મોટો ખુલાસો : હત્યા કર્યા બાદ પત્નિ અને દીકરીએ મોબાઈલ કુવામાં ફેંકી દીધા, દીકરાને કહયુ અમે માથે ઓઢી લઇશું તું જા. વધુ આરોપીઓ ના નામ માટે મોબાઈલ કોલ ડિટેઇલ પણ બનશે સહારો

તળાજા, તા.૨૯: અતિ ચકચારી એવા તળાજાના જૂની દેવલી ગામે ખેડૂત પરિવારમાં ચાલ્યા આવતા ઘર કંકાસને લઈ માતાના મુખમાંથી નીકળેલ વહેણને લઈ દીકરીએ માતાની મદદથી કરેલ પિતાની હત્યાના બનાવમાં આખરે તળાજા પોલીસે તપાસમાં નવો ખુલાસો કર્યો છે. જેમાં પિતાની હત્યામાં દીકરો પણ સામેલ હતો. વધુ આરોપીઓ અને ખરેખર ઘરમાંથી ઘરેણાં અને રોકડ રકમ હત્યારાઓએ સગેવગે કરી છે કે કેમ તે બાબતની તપાસ પો.ઇ ગઢવી અને તેમની ટિમ દ્વારા હાથ ધરવામાં આવી છે.

તળાજા પંથકમાં માતાના વહેણથી ઉશ્કેરાયને દીકરો અને દીકરી માતાની મદદથી જ પિતાનું ઢીમ ઢાળી દીધાની પ્રથમ જ કલંકિત ઘટના બની છે. જૂની દેવલી ગામે રહેતા જેરામભાઈ ગોરધનભાઇ જાળેલાની તેમની જ દીકરી આરતી અને પત્નિ વસંત બેનએ હત્યા કરીને સામેથી જ તળાજા પોલીસ મથકે હાજર થઈને બન્નેમાં દીકરી એ જ ઢીમ ઢાળી દીધું હોવાની આપેલ કબૂલાતના આધારે પોલીસે ધરપકડ કરી ને બે દિવસ ના રીમાંડ મેળવ્યા હતા.

રીમાંડમાં પોલીસની પૂછપરછમાં માં અને દીકરી બન્ને એ પોલીસને જણાવ્યું હતું કે હત્યામાં સામેલ મોટો દીકરો તૃષાર પણ હતો.

તૃષાર ને તળાજા સુધી સાથે લાવવામાં આવેલ પણ ચોકડીએ.પહોંચતા તૃષારને માં અને બહેને અમે બન્ને માથે ઓઢી લઈશું તું અલંગ ચાલ્યો જા. તેમ કહી પિતા ની હત્યા ના ગંભીર ગુન્હામાંથી બચાવવા કોશીશ કરી હતી. પરંતુ પોલીસની તપાસમાં બન્ને જણ ભાંગી પડયા હતા અને તૃષારનું નામ પણ આપી દેતા ગત મોડી રાત્રે મણાર સ્કુલ માં.ધો ૧૨ માં અભ્યાસ કરતા તૃષાર ઉ.વ૧૯ ની પોલીસે ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર તૃષાર એ પણ આ હત્યા પૂર્વનિર્ધરીત નહિ પરંતુ ઘર કંકાસ અને બહેન આરતીના લગ્ન ની બાબતે જ કર્યુ હોવાનો એકરાર કર્યો હતો અને પોતે પણ હત્યામાં સામેલ હોવાનું તપાસ નિશ.અધિકારી ને જણાવ્યું હતું.

આરતી અને વસંતબેન બન્નેએ હત્યા કર્યા બાદ મોબાઈલ કુવામાં પુરાવાનો નાશ કરવા માટે ફેંકી દીધા હતા. જયારે તૃષારનો મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ હત્યામાં કોણ કોણ સામેલ હતું તે માટે પોલીસે મોબાઈલ નંબરના આધારે કોલ ડિટેઇલ મેળવવા તજવીજ હાથ ધરી છે.

દેવલી હત્યા પ્રકરણે પો.ઇ ગઢવી અને તેમની ટિમ ને વધુ આરોપી.ના નામ અને વિગતો મેળવવામાં સફળતા મળી છે.

તૃષારની બન્ને મામી પણ ઝઘડાના સમયે હતા.

મૃતક ના પરિવાર જનો નો આક્ષેપ છે કે આ હત્યા માત્ર માં.દીકરીથી શકય જ નથી. હત્યામાં વસંત બેનના લોકો પણ છે. એ ઉપરાંત ગામ ના લોકો પણ અન્ય બે મહિલાઓ ને પણ છકડા માં બેસી જત જોયા ની વાત ચર્ચા માં હતી.આથી પો. ઇ ગઢવી દવરા તે દિશા માં તપાસ હાથ ધરી હતી જેમાં તૃષાર ના બે મામી ઝઘડાના સમયે હાજર હતા.પરંતુ વાતાવરણ ઉગ્ર બનતા બન્ને. મામી ને અલંગ ઘરે જતા રહેવાનું કહેતા સંતાનો લઈ આવેલા હોય નીકળી ગયા બાદ ખૂની ખેલ ખેલ્યો હતો તેમ ખુલવા પામેલ છે.

..અલંગ ના વ્યકિત સામેલ હોવાની પણ શંકા

માતા ના વહેણ થી ભાઈ અને બહેન એ પિતાનું ઢીમ ઢાળી દેવાની ઘટનામાં આજ પોલીસ એ મહત્વના ખુલાસા કર્યા છે તેમાં હવે મૃતક નાઙ્ગ પરિવાર જનો માં અલંગ ના સ્નેહ ના સંબંધો ધરાવનાર વ્યકિત પણ સામેલ હોવાની શંકા કરવામાં આવી રહી છે.

(12:07 pm IST)