સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th October 2020

જામનગરનાં જયેશ પટેલનાં ૮ સાગરીતોનાં વધુ રિમાન્ડ માટે રાજકોટ કોર્ટમાં રજૂ

જામનગર : તસ્વીરમાં આરોપીઓને રાજકોટ કોર્ટમાં રજુ કરવા લઇ જવાતા નજરે પડે છે. (તસ્વીરઃ કિંજલ કારસરીયા -જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૨૯: જામનગરમાં ઓપરેશન ભુમાફિયા કેસમાં ૮ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવા રવાના થઈ હતી. ગુજસીટોકના ગુન્હામાં પોલીસ અગાઉ રિમાન્ડ પરના ૬ આરોપીઓ સાથે વધુ ૨ના ખાસ કોર્ટમાં રજૂ કરવા ખાસ પોલીસ ટીમ જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચથી રવાના થઈ હતી.

ભુમાફિયા જયેશ પટેલના સાગરીતોને ખાસ કોર્ટમાં રજૂ કરવામાં આવવાના હોય જેને પગલે તમામ આરોપીઓને રાજકોટ લઈ જવાયા છે. યશપાલસિંહ જાડેજા અને તેના ભાઈ જશપાલસિંહને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.

જામનગરમાં તપાસટીમ સમક્ષ બુધવારે યશપાલ જાડેજાએ આત્મસમર્પણ કર્યું છે. આ ઉપરાંત જશપાલ જાડેજાનો જેલમાંથી જામનગર પોલીસે કબજો મેળવ્યો છે. આ તમામ ૮ આરોપીઓને રાજકોટ કોર્ટમાં જામનગર પોલીસ લઈને રવાના થઈ છે. તમામ આરોપીઓના વધુ રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે.

(12:06 pm IST)