સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th October 2020

ચોટીલા કાઠી સમાજે આવેદન પાઠવ્યું

પોલીસે રાજકીય ઇસારે કાર્યવાહી કર્યાની રજુઆત

ચોટીલા તા.૨૯ બાબરા ગામે કાઠી યુવાનને ખોટા ગૂનામાં ફીટ કરી પોલીસે અત્યાચારના આક્ષેપ સાથે ચોટીલા કાઠી સમાજે પ્રાત અધિકારીને આવેદન આપી અમરેલી પોલીસ સામે પગલા લેવા માંગ કરી છે

આવેદન પત્રમાં જણાવ્યું છે કે ગત તા. ૧૧/૧૦નાં બાબરા હાઇવે ઉપર સ્પીડ બ્રેકર બનાવવાની માંગ અકસ્માતમાં મૃત્યુ પામેલ પરિવારને સાથે રાખી કરવા ગજેન્દ્રભાઇ શેખવા સહિતનાં લોકો એકત્ર થયેલ જેઓને કોઇ ખાનગી કારણોસર કે કોઇ રાજકિય ઇસારે બાબરા પોલીસે અટક કરી રાખેલ બાદમાં બાબરા પીઆઇ દ્વારા કોઇ કારણ વગર અમરેલી લઇ ગયેલ જયાં એસપી દ્વારા યુવાનો ઉપર શારીરિક અને માનસિક ત્રાસ આપી જોહુકમી કરવામાં આવેલ

ગજેન્દ્રભાઇ શેખવા બાબરાના સામાજીક આગેવાન છે. આઠ દશ વર્ષ થી જીવદયા તથા ગૌ રક્ષાની કામગીરી કરે છે. આવા યુવાનોને બંદુક અને ધોકા પકડાવી ફીંગર પ્રીન્ટ લઇ અત્યાચાર ગુજારેલ

શેખવા દ્વારા વિડીયો જાહેર કરી તેઓની આપવીતી જાહેર કરી પોલીસ આવી જો હુકમી ચલાવી નિર્દોષ ને ફસાવશે તો રાજયમાં કોઇ સામાજીક કાર્ય કરી શકશે નહી લોકશાહીમાં અધિકાર માંગવા એ બંધારણીય અધિકાર છે જેથી આવા અધિકારી સામે સખ્ત પગલા લેવા માંગ કરી છે.

(11:33 am IST)