સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th October 2020

પોરબંદરમાં ભૂકંપના બે તથા ઉનામાં એક આંચકો

પોરબંદરમાં વહેલી સવારે ૩.પ૩ કલાકે ર.૩ તથા ત્યાર બાદ સવારે ૪.ર૬ કલાકે ૧.૭ની તીવ્રતાના ભૂકંપના આંચકાઃ ઉનામાં ૧.પની તીવ્રતાનો આંચકોઃ પોરબંદરમાં આંચકાથી જુના મકાનમાં પોપડા ખડયા

(હેમેન્દ્રકુમાર પારેખ-નવીન જોષી દ્વારા) પોરબંદર, ઉના, તા., ર૯: આજે વહેલી સવારે  પોરબંદરમાં  ભૂકંપના બે અને ઉનામાં  એક આંચકો આવ્યો હતો. પોરબંદરમાં ભૂકંપના આંચકાથી જુના મકાનમાં પોપડા ખડી પડયા હતા. આ સિવાય પોરબંદર અને ઉના પંથકમાં કયાંય ભૂકંપના આંચકાથી નુકશાન નથી.

પોરબંદરમાં વહેલી સવારે ૩.પ૩ કલાકે ર.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ત્યાર બાદ બીજો આંચકો વહેલી સવારે ૪.ર૬ કલાકે ૧.૭ની તીવ્રતાનો આવ્યો હતો. ઉનામાં સવારે ૮.૧પ કલાકે ૧.પની તીવ્રતાનો હળવો આંચકો આવ્યો હતો.

પોરબંદર પંથકમાં છેલ્લા ૧પ દિવસથી સમયાંતરે ભૂકંપના આંચકા આવી જાય છે. આજે સવારે વધુ ર આંચકા આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયેલ હતો.

પોરબંદરમાં આજે સવારે આવેલા ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિન્દુ ભાણવડ પાસે નોંધાયું છે. ઉનામાં આજે સવારે ભૂકંપ આવેલ તેનું કેન્દ્ર બિન્દુ ઉનાથી ર૧ કી.મી. દુર નોંધાયેલ છે.

(11:40 am IST)