સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th October 2020

કોઇ ગુનેગાર છટકી નહીં શકે : સમગ્ર જામનગર શહેરને બે દિવસ માટે પોલીસ કરશે કોર્ડન : ઐતિહાસિક નિર્ણય

ભૂમાફિયા વિરૂધ્ધ વધુને વધુ કડક કાર્યવાહી શરૂ : જામનગરના ભૂમાફિયા જયેશ પટેલના સાગરિત યશપાલ જાડેજાનું પોલીસ સમક્ષ આત્મસમર્પણ

જામનગર,તા. ૨૯: જામનગરમાં પોલીસે ભૂમાફિયા વિરુદ્ઘ વધુને વધુ કડક કાર્યવાહી શરૂ કરી છે પોલીસની વધતી ભીંસના પગલે જયેશ પટેલના સાગરિત યશરાજ જાડેજાએ આત્મસમર્પણ કર્યુ છે. પોલીસે બે દિવસ માટે સમગ્ર જામનગર શહેરને કોર્ડન કરવાનો નિર્ણય લીધો છે. પોલીસનું કહેવું છે કે કોઈપણ ગુનેગાર છટકી ન શકે તે માટે આ નિર્ણય લેવાયો છે.

જામનગરના ઇતિહાસમાં પોલીસે સમગ્ર શહેરને કોર્ડન કર્યુ હોય તેવો નિર્ણય અત્યાર સુધીમાં લેવાયો નથી. ફકત એટલું જ નહીં પોલીસે તેમ પણ કહ્યું છે કે જરૂર પડશે તો સમગ્ર જામનગર જિલ્લાને કોર્ડન કરવામાં આવશે.યશપાલસિંહ જાડેજાએ આત્મસર્પણ કર્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરમાં ભૂમાફિયાઓનો આતંક વધી જતા પોલીસ પર પણ તેની સામે કાર્યવાહી કરવા માટે આકરું દબાણ છે. પોલીસ ભૂમાફિયા સામેની આકરી કાર્યવાહી કરે તે માટે ડીસીપી દીપન ચંદ્રનને જામનગરના એસપી તરીકે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

(11:29 am IST)