સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th October 2020

કાલાવડના નાના પાંચ દેવડામાં છાત્રા સાથે શિક્ષકના અડપલા

ઓનલાઇન શિક્ષણ માટે બોલાવીને છેડતી કરતા બાબુ સંઘાણી સામે પોલીસ ફરીયાદ : આકરી સજાની માંગણી

(મુકંુદ બદીયાણી-કમલેશ આશરા દ્વારા) જામનગર-કાલાવડ, તા., ર૯: જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના નાના પાંચ દેવડામાં શિક્ષકે વિદ્યાર્થીની સાથે અડપલા કરતા ભારે આક્રોશ ફેલાયો છે.

આ બનાવ અંગે પ્રાપ્ત માહીતી મુજબ પાંચદેવડાની પ્રાથમીક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પ૬ વર્ષના બાબુ નાથાભાઇ સંઘાણીએ ઓનલાઇન શિક્ષણ માટે ૧૦ વર્ષની બાળાને બોલાવીને શારીરીક અડપલા કર્યા હતા.

આ બનાવ બાદ શિક્ષકે નાપાસ કરી દેવાની અને મારી નાખવાની ધમકી આપી હતી ત્યાર બાદ બાળાએ તેના માતા-પિતાને ફરીયાદ કરતા શિક્ષક બાબુ સંઘાણી વિરૂધ્ધ પોલીસ ફરીયાદ કરી છે. આ ઉપરાંત કાલાવડ શિક્ષણાધીકારી કચેરીમાં પણ રજુઆત કરાઇ છે.

કાલાવડ તાલુકાના નાના પાંચ દેવડા ગામે પ્રાથમીક શાળામાં ફરજ બજાવતા બાબુભાઇ નાથાભાઇ સંઘાણી શિક્ષકએ ૧૦ વર્ષની બાળા સાથે ચેનચાળા કરતા રંગે હાથે પકડાઇ જતા શિક્ષક ઉપર નાના એવા ગામમાં ફીટકારની લાગણી ફેલાયેલ છે.

જો શિક્ષક ગુરૂ સમાન હોય ત્યારે શિક્ષક જ આવા કૃત્ય કરે તો સમાજમાં અને શિક્ષક જગતમાં નિચા જોયા જેવું થાય માટે આવા લંપટ શિક્ષકને આકરામાં આકરી સજા થાય તેવું આખા ગામની માંગણી છે.

(11:28 am IST)