ગોંડલના ડૈયા પાસે કારમાં વિદેશી દારૂના જથ્થા સાથે ૩ શખ્સો પકડાયા
તસ્વીરમાં પકડાયેલ ત્રણેય શખ્સો અને કાર નજરે પડે છે.
રાજકોટ, તા., ૨૯: ગોંડલના ડૈયા ગામ પાસે કારમાં વિદેશી દારૂના જથ્થા સાથે નિકળેલા ૩ શખ્સોને તાલુકા પોલીસે ઝડપી લીધા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકાના ડૈયા ગામ પાસે દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા ગોંડલ તાલુકાના પીએસઆઇ એમ.જે.પરમાર તથા ડી.પી.ઝાલા સહીતની ટીમે વોચ ગોઠવી શંકાસ્પદ હાલતમાં નિકળેલ સ્વીફટ કાર નં. જીજે ૧૧-એબી-૯પર૮ ને રોકી તલાશી લેતા ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-પર મળી આવતા કારમાં બેઠેલા રમેશ ઉર્ફે રામો હરીભાઇ ગમારા (રહે. ડૈયા ગામ), રાહુલ ગીલાભાઇ ભરવાડ (રહે. વેકરી) તથા વિક્રમ દાનાભાઇ પરમાર (રહે. વારાડુંગરા)ને પકડી પાડી કાર સહીત કુલ ૩.૪૧ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. તેમજ આ દારૂનો જથ્થો આપનાર શકિત ચનાભાઇ સિંધવ (રહે. ડૈયા ગામ)ની શોધખોળ હાથ ધરાઇ છે.
આ કાર્યવાહીમાં તાલુકા પોલીસના હેડ કોન્સ્ટેબલ મદનસિંહ ચૌહાણ, દીગપાલસિંહ ગોહીલ, વિપુલભાઇ ગુજરાતી, ક્ષત્રપાલસિંહ, પો.કો.જયદેવભાઇ કીડીયા, તથા પૃથ્વીરાજસિંહ ગોહીલ સહીતનો સ્ટાફ જોડાયો હતો.