સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 29th September 2021

મોરબીની મોચી શેરીમાં હનુમાનજીના મંદિર નજીક જુગાર રમતા પાંચ પત્તાપ્રેમી ઝડપાયા.

મોરબીની મોચી શેરીમાં હનુમાનજીના મંદિર નજીક જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને મોરબી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મળતી માહિતી મુજબ મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોચી શેરીમાં હનુમાનજીના મંદિર નજીક જાહેરમાં જુગાર રમતા કિશનભાઈ રમેશભાઈ કૈલા, પંકજભાઈ નારાયણભાઈ કૈલા, કમલેશભાઈ મણીલાલભાઈ ચૌહાણ, રાકેશભાઈ બુધાભાઈ રાવ અને દીપકભાઈ મનોજભાઈ રાતડીયાને રોકડ રકમ રૂ.૫૩૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધીર છે.

(12:10 pm IST)