સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 29th September 2020

જામકંડોરણાના પીએસઆઇ જે. યુ. ગોહિલ સામેના ગુન્હામાં હત્યાની કોશિષની કલમનો ઉમેરો કરો...

બેલ્ટથી માથામાં માર મારેલ હોય હજુ પણ પોલીસ અત્યાચારનો ભોગ બનેલ અનિરૂધ્ધસિંહ હોસ્પીટલમાં સારવાર હેઠળ છેઃ પુત્ર દિગુભા જાડેજાની રૂરલ એસ. પી.ને લેખીત ફરીયાદ

 

તસ્વીરમાં પોલીસ અત્યાચારનો ભોગ બનેલ ગરાસીયા પ્રૌઢ હોસ્પીટલમાં સારવાર હેઠળ નજરે પડે છે.

રાજકોટ તા. ર૯ :.. જામકંડોરણા પોલીસના અત્યાચારનો ભોગ બનેલ ગરાસીયા પ્રૌઢના પુત્ર દિગુભા જાડેજાએ જામકંડોરણાના પીએસઆઇ જે. યુ. ગોહીલ સામેના ગુન્હામાં હત્યાની કોશીષનો કલમનો ઉમેરો કરવા રૂરલ એસ. પી.ને લેખીત ફરીયાદ કરી છે.

રજુઆતમાં જણાવ્યું છે કે, મારા પિતા અનિરૂદ્ધસિંહ જાડેજા ઉપર જામકંડોરણાના પી.એસ.આઇ. જે.યુ. ગોહિલે કરેલ અમાનુષી અત્યાચાર બદલ પોલીસે મારી ફરીયાદ તા. ર૪-૯-ર૦ર૦ના રોજ લીધેલ અને મારા લખાવ્યા પ્રમાણેની ફરીયાદ પોલીસે લખેલ નથી. પોલીસે પી.એસ.આઇ. ગોહિલ સામે સામાન્ય કલમ તળે ગુન્હો દાખલ કર્યો છે. હકીકતે મારા પિતાને પોલીસ કસ્ટડીમાં પીએસઆઇ જે.યુ. ગોહિલે વારંવારબેલ્ટથી માથામાં માર મારતા ગંભી ઇજા થઇ ગયેલ છે. હાલમાં રાજકોટ સીવિલ હોસ્પિટલમાં તેઓ કોમામાં છે અને તેઓ કોઇ બોલીચાલી કેપોતાનું નિત્યક્રમ કરી શકે તેવી સ્થિતિમાં નથી અને હજુ પણ જીવનમરણ વચ્ચે જોલા ખાઇ રહ્યા છે. મારા પિતા અનિરૂદ્ધનું મોત થાય તો તેની જવાબદારી ફકતને ફકત પી.એસ.આઇ. જે.યુ. ગોહિલની રહેશે.

પી.એસ.આઇ. ગોહિલના અમાનુષી અત્યાચારથી મારા પિતાને માથામાં ગંભીર ઇજા થઇ હોય અને તેઓ કોમામાં હોય પી.એસ.આઇ. ગોહિલ સામે મારી ફરીયાદ અન્વયે ગુન્હો દાખલ કરાયો છે તેમાં આઇ.પી.સી. ૩૦૭ (હત્યાની કોશિષ)ની કલમનો ઉમેરો કરી ન્યાય આપવા અંતમાં અત્યાચારનો ભોગ બનેલ ગરાસીયા પ્રૌઢના પુત્ર દિગુભાએ માંગણી કરી છે.

(4:05 pm IST)