સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 29th September 2020

અમરેલીમાં ગજેરા એન્જી.કોલેજ ખાતે 'ઇન્ડસ્ટ્રી એકસપર્ટ' વિષે વેબીનાર યોજાયો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલ તા.ર૯ : શ્રીમતી શાંતાબેન હરિભાઇ ગજેરા એન્જીયરીંગ કોલેજ ખાતે 'ગેપ ઓફ એપ્લાઇડ એન્જીયરીંગ વરસીસ ફીલ્ડ એજીન્યરીંગ બાથ ઇન્ડસ્ટ્રી એક્ષ્પર્પ' વેબીનારનું આયોજન થયું હતું જેમાં આલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના ચીફ ઓપરેટીંગ ઓફીસર એમ.વી.રમન્ના રાવ દ્વારા સમસ્ત ગુજરાતના ટેકનોલોજી પ્રેમી વિદ્યાર્થીઓને સ્ટડએન્જીયરીંગ અને એકેડમિક એન્જીયરીંગ વચ્ચેની પાતળી ભેદ રેખા સમજાવી હતી.

જેમાં માત્ર 'બુક વોર્મ' ન ભણતરનુ ભવિષ્યમાં યુનિયોજિત ઉપયોગ કઇ રીતે કરી દેશના વિકાસમાં મદદરૂપ થઇ શકાય છે તે માટે ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી વખતે શું શું ધ્યાન રાખવું તે વિષે માહિતગાર કર્યા હતા. વ્યકિતત્વ નિર્માણ કઇ રીતે કરવું તે વિષે માર્ગદર્શન આપ્યું હતું.

કોલેજના વિદ્યાર્થી તથા આ ઇવેન્ટના ઇવેન્ટ કોર્ડિનેટર અખિલ મહેતા, હેમંગ પંડયા, સરવૈયા, કરણ દ્વારા આયોજિત કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રેસિડેન્ટ વસંતભાઇ ગજેરા, મેનેજિંગ, ટ્રસ્ટી મનસુખભાઇ ધનાણી, કેમ્પસ ડાયરેકટર હસમુખ પટેલ, પ્રિન્સિપાલ  ઋત્વિજા પંડયા ઇલેકટ્રિકલના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ અભિષેક જોશી, અર્જુન સેજપાલ  ટેકનીકલ સ્પોર્ટ માટે પ્રતિક મકવાણા તથા સમસ્ત અધ્યાપક ગણએ સહયોગ આપેલ હતો.

(1:03 pm IST)