સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 29th September 2020

વિસાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ કરશન વાડોદરિયા કોરોના પોઝીટીવ

વિસાવદર તા.૨૯,તા.૨૯ :  તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ અને જૂનાગઢ જિલ્લા પંચાયતનાં વરિષ્ઠ સદસ્યા શ્રીમતી ચંદ્રિકાબેન વાડોદરિયાનાં પતિદેવ  કરશનભાઈ વાડોદરિયાને 'કોરોના પોઝીટીવ' આવતા કરશનભાઇનાં જણાવ્યા અનુસાર તબિયત નાદુરસ્ત જણાતા હોસ્પિટલ ખાતે ગયેલા જયાં ફરજ પરનાં તબીબે કોરોના રિપોર્ટ કરાવવાનુ કહેતા રિપોર્ટ કરાવતા પોઝીટીવ આવેલ છે.હાલ તેઓ હોમ કોરોનન્ટાઈન છે. પોતાના સંપર્કમાં આવેલા તમામ લોકોને ત્વરીત કોરોના ટેસ્ટ રિપોર્ટ કરાવી લેવા અપીલ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,આગામી નવેમ્બરમાં યોજાનાર તાલુકા પંચાયત-જિલ્લા પંચાયતની ચૂંટણી સંદર્ભે આજે જ વાડોદરિયાએ પક્ષનાં આગેવાનો-કાર્યકરોની એક બેઠકનું આયોજન કરેલું પણ ખુદ વાડોદરિયા જ કોરોનાગ્રસ્ત બનતા હોમ કોરોન્ટાઈન થવુ પડ્યું છે.જો કે,ધારાસભ્ય હર્ષદભાઇ રિબડીયાનાં નેતૃત્વતળે કોંગ્રેસની બેઠકનો કાર્યક્રમ યથાવત છે.

(1:03 pm IST)