સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 29th September 2020

જુનાગઢમાં યુવાન અને માંગરોળમાં પરિણીતાનો આપઘાત

મેસવાણનાં પ્રૌઢનું ઝેરી દવા પીતા મોત

જુનાગઢ તા. ર૯ :.. જુનાગઢમાં યુવાને અને માંગરોળમાં પરિણીતાએ ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

જુનાગઢમાં ૬૬ કેવી વિસ્‍તાર અર્જુન પાર્કમાં રહેતા મહેશભાઇ ભીમાભાઇ વરૂ (ઉ.૩પ) નામનાં યુવાને કોઇ કારણસર ફાંસો ખાય લેતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ જ પ્રમાણે માંગરોળનાં શકિતનગરમાં રહેતા કાજલબેન પરીમલભાઇ સીંધવ ઉ.૩પ નામની પરિણીતાએ પોતાના ઘરે છતના હુકમાં દોરી વડે ફાંસો ખાયને જીંદગી ટૂંકાવી લીધી હતી. તેમજ કેશોદ તાલુકાનાં મેસવાણ ગામનાં કાનજીભાઇ પરસોતમભાઇ ગઢીયા (ઉ.પપ) નામના પ્રૌઢનું કોઇ કારણસર ઝેરી દવા પીવાથી મૃત્‍યુ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:57 am IST)