સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 29th September 2020

જુનાગઢમાં વરલી રમતા પાંચ ઝડપાયા

જુનાગઢ : વાંજાવાડમાં રહેતો પંકજ ઉર્ફે લાલો બ્રાહ્મણ વાંજાવાડમાં આવેલ પીપળના ઝાડ સામેની ગલીમાં ઓટલા ઉપર બેસી તેના માણસો દ્વારા જાહેરમાં વરલી મટકાનો જુગાર  રમાડે છે જે હકીકત આધારે રેઇડ કરતા રૂ.પ૦,૭૦૦ તથા મો.ફોન-પ કિ.રૂ. ૩,પ૦૦ તથા મળી કુલ રૂ.રૂ. પ૪,ર૦૦ના મુદામાલ સાથે પંકજ ઉર્ફે લાલો મનસુખભાઇ પંડયા, બ્રાહ્મણ ઉ.વ.૪૦, હનીફ અબ્દુલકાદર કુરેશી, પઠાણ ઉ.વ.પ૮ રહે. ભાટીયા ધર્મશાળા રોડ અમન એપાર્ટમેન્ટ બ્લોક નં. ર૦૧, કનુભાઇ લાલજીભાઇ ચુડાસમા, દરજી ઉ.વ.પ૧, કૌશલ ચંદ્રકાંત નાંઢા ઉ.વ.રપ, હરસુખભીમજીભાઇ ચાવડા ઉ.વ.૭૦ રહે. કડીયાવાડને ઝડપી લીધેલ છે. ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના ઇચા. પોલીસ ઇન્સ્પેકટર આર.કે. ગોહિલ તથા પો.સબ ઇન્સ. ડી.જી. બડવા તથા પો.હેડ કોન્સ. વી.એન. બડવા, એસ.એસ. બેલીમ, વી.કે. ચાવડા, પો.કોન્સ. દેવશીભાઇ નંદાણીયા, ભરતભાઇ સોનારા, સાહિલભાઇ સમા, ડાયાભાઇ કરમટા, દિનેશભાઇ કરંગીયા, ભરતભાઇ ઓડેદરા પો.સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(11:42 am IST)