સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 29th September 2020

'વિરાટ'ની સ્થિતિ મ્યુઝીયમ બનાવવા જેવી સક્ષમ ન હતી

'વિરાટ'ને વિદાય, THANK YOU VIRAT કાર્યક્રમ સંપન્ન : ભવિષ્યમાં અકસ્માત સર્જાય તેવી પણ સંભાવના હતી, આથી સરકારે નિર્ણય લીધો : મનસુખભાઇ માંડવીયા આગામી સમયમાં અલંગ વિકાસની નવી ઉંચાઇઓને આંબશે : ભુપેન્દ્રસિંહ

(વિપુલ હિરાણી) ભાવનગર.૨૮; દેશ સેવામાં અવિરત ૩૦ વર્ષ સુધી પોતાની પ્રશંસનીય સેવા આપનાર INS વિરાટને આખરી સલામી અને સન્માન આપવા અલંગ ખાતે કેન્દ્રિય શિપિંગમંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા, શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાજયમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં Thank you વિરાટ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયાએ જણાવ્યુ હતું કે આપણે એ ધરાના લોકો છીએ કે જેમણે સદીઓ સુધી સમુદ્ર પર રાજ કર્યું અને સમગ્ર વિશ્વમાં એક શકિતશાળી રાષ્ટ્ર તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી. પાંચ હજાર વર્ષ જૂની લોથલ, હડપ્પા અને ધોળાવીરાની સંસ્કૃતિ આ બાબતની સાક્ષી પૂરે છે.

INS વિરાટ અંગે મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાએ જણાવ્યું હતું કે વિરાટની છેલ્લી સફરના અને વિરાટની ભારતીય નૌસેનામાં અદમ્ય સેવા બન્નેને કેન્દ્રમાં રાખતા આજનો દિવસ ખુશીની સાથે સાથે દુઃખનો પણ છે. વિરાટે ભારતની નૌસેનામાં ૧૧ લાખ કિ.મી.ની સફર કરી છે. જે સમગ્ર પૃથ્વીને ૨૭ વખત ચક્કર લગાવવા સમાન છે. વિરાટ એ દેશની આન, બાન અને શાન છે. વિરાટને મ્યુઝીયમ તરીકે વિકસાવવાની બાબત પણ સરકાર દ્વારા વિચારણા હેઠળ હતી. જેના માટે સ્પેશ્યલ ડોકયાર્ડ તેમજ તમામ ખર્ચ કરવાની પણ સરકારની તૈયારી હતી. પરંતુ એકસપર્ટ કમિટીના રિપોર્ટમાં જણાવાયું કે વિરાટની સ્થિતિ મ્યુઝીયમ બનાવવા જેટલી સક્ષમ ન હતી. જેના કારણે ભવિષ્યમાં અકસ્માત સર્જાય તેવી પણ સંભાવના હતી. આથી મજબુરી વશ સરકારે આ નિર્ણય લેવો પડ્યો. પરંતુ ભવિષ્યમાં આવી વિરાસત સચવાય તે માટેના ચોક્કસ પ્રયત્નો આગામી સમયમાં સરકાર દ્વારા હાથ ધરવામાં આવશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજની ક્ષણ એ ઐતિહાસિક ક્ષણ છે તેમ કહી જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની અસરકારક નિતિઓથી આગામી સમયમાં અલંગ વિકાસની નવી ઉંચાઈઓને આંબશે.

રાજયમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે બ્રિટિશ તેમજ ભારતીય નૌસેનામા સેવા આપી છે તેવું INS વિરાટ મહાન છે. દેશ સેવામાં ૫૬ વર્ષ સુઘી સેવા આપી દેશની સુરક્ષા કરી ત્ફલ્ વિરાટે ભારતને ગૌરવ પ્રદાન કર્યું છે અને એટલે જ સમગ્ર દેશની નજર આજે ભાવનગર પર છે.

આ પ્રસંગે પોરબંદર નૌસેનાના એન.એમ. ફ્લેગ ઓફિસર શ્રી પુરવીર દાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જણાવ્યું હતું કે આજનો દિવસ એ ગૌરવશાળી દિવસ છે. એરક્રાફ્ટ કેરિયર પર કઈ રીતે કામ કરવું તે બાબતે દેશના હજારો સૈનિકોને વિરાટે તૈયાર કર્યા છે. દેશની નૌસેનાને વિરાટે અનુભવની સાથે સાથે પ્રેરણા પણ પુરી પાડી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ત્ફલ્ વિરાટ એ વિશ્વની સૌથી લાંબી સેવા આપતા યુધ્ધ જહાજ તરીકેનો કીર્તિમાંન ધરાવે છે. ૧૯૮૭માં ભારતીય નૌકાદળમાં સામેલ કરાયેલ આ યુધ્ધ જહાજને ભાવનગરના શ્રી રામ ગ્રુપે આ વર્ષે જુલાઈમાં હરરાજી દરમ્યાન ૩૮.૫૪ કરોડમાં ખરીદ્યું હતું અને આન, બાન, શાન સાથે દેશના સંરક્ષણ માટે વિરાટે આપેલી સેવાઓ બદલ દેશ ભકત સૈનિકની માફક વિરાટને આખરી સલામી સાથે વિદાય આપવા વ્ત્ર્ર્ીઁત્ત્ ક્કં્ય વિરાટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સાંસદ શ્રી નારણભાઈ કાથડિયા, ધારાસભ્ય શ્રી કનુભાઈ બારૈયા, શ્રી બાવકુભાઈ, જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા, શ્રી ગીરીશભાઈ શાહ, શ્રી મુકેશ પટેલ, શ્રી બટુક પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(11:33 am IST)