સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 29th September 2020

ધોરાજીમાં સંસ્થાઓ પોલીસ સ્ટેશન દ્વારા વાહન ચાલકોને માસ્કનું વિતરણ

ધોરાજી, તા.૨૯: ધોરાજીમાં સંસ્થાઓ દ્વારા વિશ્વ કોવિડ-૧૯ની મહામારીને ધ્યાનમાં રાખીને સેલસ પ્રોડકટસ પ્રા.લી.અમદાવાદની માસ્ક બનાવતી કંપની દ્વારા માસ્કનું ડોનેટ કરેલ. તેનો વિતરણ કાર્યક્રમ તુલસી ચેટરીટેબલ ટ્રસ્ટ-ધોરાજી તથા લાયન્સ કલબ-ધોરાજી તથા પોલીસ સ્ટેશન ધોરાજીનાં સંયુકત ઉપક્રમે રાખેલ.

પી.આઇ. હુકુમતસિંહ જાડેજા તથા પી.એસ.આઇ.નયનાબેન કદાવલા તથા લાયન્સ કલબનાં પ્રમુખ જનકભાઇ હિરપરા તથા તુલસી ચેરીટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ રાજુભાઇ બાલધા એડવોકેટ એન્ડ નોટરીની હાજરીમાં ગેલેકસી ચોક ખાતે રાહદારીઓ તથા વાહન ચાલકોને દંડની જગ્યાએ માસ્કનું વિતરણ કરેલ.

લોકોને આ વધી રહેલા કોરોના વાયરસનાં સંક્રમણથી બચવા માસ્ક પહેર્યા વગર બહાર ન નીકળવું, વડિલો તથા બાળકોને કારણ વગર ઘરથી બહાર નીકળવાનું ટાળો, પાણી કે સેનીટાઇઝર કે સાબુથી વારંવાર હાથ ધોવા, છિંક-ખાસી વખતે મોઢાને ઢાંકવુ, બીમાર લોકો સાથે સંપર્કમાં આવવુ, દો ગજનું અંતર રાખવુ વિગેરે સંદેશાઓ સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલ.

કાર્યક્રમને સફળ બનાવવા માટે અશોકભાઇ બાલધા, ધિરેનભાઇ વૈશ્નવ, પ્રફુલભાઇ હિરપરા, ડી.કે.અંટાળા, મહેન્દ્રભાઇ કોટડીયા, દિવ્યેશભાઇ હરપાળ, હરસુખભાઇ ગજેરા, સમીરભાઇ, ભાસ્કરભાઇ, યશભાઇ, દુષ્યંતભાઇ, ધ્રુવભાઇ વિગેરે સંસ્થાઓનાં કાર્યકર્તાઓ વિતરણ વ્યવસ્થા કરેલ હતી.

(10:10 am IST)