સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 29th September 2018

જુનાગઢમાં યુવતી પર હુમલો કરી રોકડ-ચેન સહીત રૂ. પપ હજારની મતાની લુંટ

દોલતપરા વિસ્તારમાં દિન દહાડે લુંટથી સનસની

જુનાગઢ, તા., ર૯: જુનાગઢમાં ખામધ્રોળ રોડ વિસ્તારમાં આવેલ શ્રીનાથજી એપાર્ટમેન્ટમાં રહેતા અને ડ્રાઇવીંગનું કામ કરતા હરસુખ કેશવભાઇ સગારકા કોળીને ગઇકાલે બપોરે દોલતપરામાં ચાર શખ્સોનો ભેટો થયો હતો.

રર થી રપ વર્ષની વયના આ ચાર અજાણ્યા ઇસમોએ હરસુખભાઇને માર મારી તેની પાસેથી રૂ. રર હજારની રોકડ રૂ. ૩૦ હજારની કિંમતનો સોનાનો ચેન તેમજ મોબાઇલ ફોનની લુંટ ચલાવી હતી.

બાદમાં ચારેય શખ્સો મોટર સાયકલ પર બેસીને નાસી ગયા હતા. આ અંગેની જાણ થતા એ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી હતી.

રાત્રે ૮.૩૦ કલાકે હરસુખ સગારકાની ફરીયાદ લઇ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

લુંટનો બનાવ ધોળા દિવસે બનતા સનસનાટી સાથે ખળભળાટ મચી ગયો હતો.(૪.૫)

(4:04 pm IST)