સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th August 2019

ગોંડલ ઉદ્યોગ ભારતીનો કર્મચારી મોહિત ખૂંટ નિંદ્રામાં જ અનંતની વાટ પકડી ગયો...

પતિ-પત્ની મેળાની મજા માણી ઘરે આવી સૂઇ ગયા'તાઃ મોહિતના પ માસ પૂર્વે જ લગ્ન થયા'તાઃ ઉંઘમાં જ એટેક આવ્યાનું તારણ

 ગોંડલ તા. ર૯ :.. ગોંડલ ઉદ્યોગ ભારતીમાં નોકરી કરતા યુવકનું પ્રાપ્ય વિગતો મુજબ ગોંડલના ભગવતપરા પટેલવાડી પાસે રહેતા અને ઉદ્યોગ ભારતીમાં નોકરી કરતા મોહિતભાઇ વિનોદભાઇ ખૂંટ (ઉ.વ.ર૩) પત્ની સાથે લોકમેળાની મજા માણી ઘરે આવ્યા બાદ પોતાના રૂમમાં સુઇ ગયા હતા દરમિયાન સવારે મોહિતભાઇ ન ઉઠતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા જયાં તેમને મૃત જાહેર કરાતા પરિવાર હતપ્રભ બની જવા પામ્યો હતો સરકારી દવાખાનાના તબીબે યુવાનના વિશેરા લઇ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતાં. લેબ રીપોર્ટ આવ્યા બાદ યુવાનનું કઇ રીતે મૃત્યુ થયું તે બહાર આવશે તેવું તબીબોએ જણાવ્યું હતું.

યુવાન બે ભાઇઓના પરિવારમાં નાના હતા અને પાંચ માસ પહેલા જ લગ્ન થયા હતા તેવું તેના મીત્રોએ જણાવ્યું હતું પોલીસની પ્રાથમિક તપાસમાં ઉંઘમાં જ એટેક આવ્યો હોવાનું જમાદાર રાજેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું.

(11:46 am IST)