સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 29th August 2018

લોધીકાના વીરવા નજીક કારખાનામાં જુગારનો હાટડો ચાલતો'તોઃ ૭ પકડાયા

૧ લાખની રોકડ સહિત ર૦ લાખનો મુદામાલ કબ્જેઃ લોધીકાના પીએસઆઇ ગઢવી તથા સ્ટાફનો દરોડો

રાજકોટ, તા., ર૯: લોધીકાના વીરવા નજીક  ગોલ્ડન ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા રાધે એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં લોધીકા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ૭ શખ્સોને જુગાર રમતા પકડી લઇ રૂ. ૧ લાખની રોકડ સહિત ર૦ લાખનો મુદામાલ  કબ્જે કર્યો છે.

મળતી વિગત મુજબ રૂરલ એસપી બલરામ મીણા તથા નાયબ પોલીસ અધિક્ષક  ડી.એમ.ચૌહાણની ગ્રામ્ય વિસ્તારોમાં  દારૂ-જુગારની બદીને નાબુદ કરવા સુચના આપતા  લોધીકા પોલીસ મથકના એચ.પી.ગઢવી, પીએસઆઇ વી.બી.ચૌહાણ, એએસઆઇ ગજરાજસિંહ, ગિરીશભાઇ, વિનોદભાઇ,  ઘનશ્યામસિંહ સહીત પેટ્રોલીંગમાં હતા ત્યારે પીએસઆઇ વી.બી.ચૌહાણને મળેલી બાતમીના આધારે વીરવા ગામની સીમમાં આવેલ રાધે એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં દરોડો પાડી ભાવેશ હિરજીભાઇ ભુત, પ્રતીક શશીકાંત જાળીયા, નીખીલ મનસુખભાઇ પાડલીયા, જીજ્ઞેશ અરવિંદભાઇ જસાણી, ભાર્ગવ કાંતીભાઇ મેતલીયા, મયુર પ્રવિણભાઇ ટીલવા અને હિતેષ ચીમનભાઇ મૈછેરી (રહે. બધા રાજકોટ)ને જુગાર રમતા પકડી લઇ રૂ. ૧,૦૬, ૭૦૦ની રોકડ તથા વાહનો અને ૭ મોબાઇલ મળી રૂ. ર૦,૦૭,૭૦૦ નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરી છે. (૪.૩)

(4:07 pm IST)