સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 29th August 2018

જેતપુર વૃધ્ધાશ્રમમાં બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા રક્ષાબંધનની ઉજવણી

 જેતપુર વિરપુર રોડ પર આવેલ શ્રી હરિઓમ સેવા ટ્રસ્ટ સંચાલિત અન્નક્ષેત્ર વૃધ્ધાશ્રામ ખાતે જેતપુર તાલુકા બ્રહ્મ સમાજ મહિલા મંડળ નવાગઢ દ્વારા વૃધ્ધાશ્રમમાં  રહેતા વૃધ્ધોને રાખડી બાંધી આશિર્વાદ લીધા હતા. ઉપરોકત તસ્વીરમા વૃધ્ધાશ્રમના વૃધ્ધોને અને આ વૃધ્ધાશ્રમના સંચાલક કાળુભાઇ જોષી (જોષીબાપા) ને રાખડી બાંધતા રાજગોર બ્રહ્મ સમાજ મહિલા મંડળના બહેનો અને તેમની સાથે જેતપુર તાલુકા શ્રી રાજગોર બ્રહ્મ એકતા સંકલ્પ પરિવારના લક્ષ્મીકાંતભાઇ મહેતા સહિતના ભાઇઓ જોડાયા હતા. (અહેવાલઃ વિનુ જોષી તસ્વીરઃ મુકેશ વાધેલા-જૂનાગઢ)(૧૧.૫)

 

(12:04 pm IST)