સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 29th August 2018

દેલવાડા-જૂનાગઢ-વેરાવળ મીટર ગેજ ટ્રેઇન શરૂ કરાય નહીં તો આંદોલન

ઉના તા. ર૯ :.. દેલવાડા-જૂનાગઢ, દેલવાડા-વેરાવળ લોકલ ટ્રેન શરૂ નહી કરાય તો તા. પ થી ગીર ગઢડા ચેમ્બર ઓફ કોમર્સ ત્થા ગ્રામ પંચાયત દ્વારા આંદોલન શરૂ કરાશે તેવી ચીમકી આપવામાં આવી છે.

નવાબના વખતથી દેલવાડા-જૂનાગઢ, દેલવાડા-વેરાવળ મીટર ગેજ ટ્રેન ચાલુ હતી. ઉના-ગીરગઢડા તાલુકાના ૭૦ થી વધુ ગામોનાં લોકોને જીલ્લા મથકે જવા માટે રાહત રૂપ હતી. રેલ્વેનાં એ ભારે વરસાદને કારણે ટ્રેકને નુકશાનનું બાનુ આપી અચોકકસ સમય સુધી ટ્રેન બંધ કરવા હુકમ કરેલ છે. વરસાદને આજે ૬૦ દિવસ થવા છતાં રેલ્વે ટ્રેકનું કામ પુરૂ થઇ ગયુ છે. માત્ર ટેસ્ટીંગ બાકી છે. પરંતુ રેલ્વે તંત્ર લોકોની સુવિધાની ચીંતા નથી. તેથી ગીરગઢડા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મુકેશભાઇ ગાંધી તથા ખજાનચી અનિલભાઇ વિઠલાણી અને ગ્રામ પંચાયતના સરપંચ રાજૂભાઇ પટેલે રેલ્વે અધિકારીઓને પત્ર લખવા છતાં કોઇ જવાબ આપેલ નથી. કે ટ્રેન શરૂ કરાઇ નથી.

સાંસદ રાજેશ ચુડાસમા, કલેકટર ગીર સોમનાથને પત્ર લખી. આગામી તા. ૪ સુધીમાં બન્ને મીટર ગેજ ટ્રેન શરૂ નહી કરાય તો તા. પ થી ગીર ગઢડા ચેમ્બર  ત્થા ગ્રામ પંચાયત આંદોલનની શરૂ કરશે. તેવી ચીમકી અપાઇ છે. (પ-૧પ)

(12:00 pm IST)