સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 29th August 2018

અમરેલી-કાલાવડમાં અડધો ઇંચઃ અન્યત્ર ઝાપટા

સોૈરાષ્ટ્ર-કચ્છમાં ધુપ-છાંવનો માહોલ યથાવત

રાજકોટ તા.૨૯: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ધુપ-છાંવવાળા વાતાવરણ સાથે ઝાપટાથી અડધો ઇંચ જેટલો વરસાદ પડયો છે.

 છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમરેલી અને કાલાવડમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો જયારે અન્યત્ર હળવા-ભારે ઝાપટા પડયા હતા.

ગોંડલ

ગોંડલ : કાલે સાંજના ૬:૩૦ થી ૭ વાગ્યા દરમિયાન ભુણાવા ચોકડીથી ગોંડલ સુધી જોરદાર વરસાદી ઝાપટા વરસયા હતા આ વરસાદ ગોંડલ શહેરમાં પણ પડયો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

જામનગર

જામનગર : શહેરનંુ હવામાન મહતમ : ૩ર, લઘુતમ : ૨૫.૪, ભેજ : ૯૨ ટકા, પવન : ૭.ર ની ઝપડ રહી છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન પડેલા વરસાદના આંકડા નીચે મુજબ છે.

જામનગર

કાલાવડ        ૩ મી.મી.

લાલપુર        ૩ મી.મી.

અમરેલી

અમરેલી        ૧૩ મી.મી.

ભાવનગર

ઉમરાળા        ૮ મી.મી.

બોટાદ

બોટાદ  ૭ મી.મી.

 

(11:54 am IST)