ભાયાવદર-મોટી પાનેલીમાં જુગાર રમતા ૯ ઝડપાયાઃ ૩ ફરાર
ઉપલેટા, તા.૨૯: તાલુકાના ભાયાદર પોલીસે બે જગ્યાએ જુગારની રેડ કરીને રૂ.૧,૧૪,૦૦૦/ નો મુદામાલ કબજે કરેલ છે. આ બનાવની વિગત એવા પ્રકારની છે. મોટી પાનેલી ગામે ગૌશાળા સમો જાહેરમાં જુગાર રમતા છને રૂ.૧૨,૬૪૦/ રોકડા સાથે પકડી પકડેલ છે જે છની ધરપકડ કરેલ છે. તેમાં અરજણભાઇ રવજી વાઘેલા, રમેશ ભગવાનજી વાઘેલા, કીરણ રવજી વાઘેલા રે મોટી પાનેલી વાળાનો સમાવેશ થાઇ છે. બીજા બનાવમાં ભાયાવદર ગામે સીમમાં મનસુખ પરબત માંકડીયાની વાડીની પાસે ઓરડી પાસે જાહેરમાં જુગાર રમતા પો.કો.મહાવીરસિંહ ડોડીયાએ રેડ કરી રૂ.૧૨,૬૪૦ રોકડા તથા મોટર સાયકલ ૩ મળીને ૧,૨૦,૦૬૦ના મુદામાલ સાથે મનસુખ પરબત માકડીયા હેમત ભીમા મુંધવા ઇશાક ઇશ્માઇ શેખની ધરપકડ કરેલ હતી જયારે નારણ પુના રબારી વીઠલ પુના રેબારી તથા ખીમો રબારી રેડ પડતા ભાગી જતા તેમને પોલીસે પકડવાની કાર્યવાહી હાથ ધરેલ છે.(૨૩.૭)