સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th July 2021

કચ્છના જખૌના દરિયામાંથી ૩૦ લાખનું ચરસ ઝડપાયુ : પેટ્રોલિંગ દરમ્યાન બીએસએફને મળ્યા ૨૦ પેકેટ

(વિનોદ ગાલા દ્વારા) :  (ભુજ) કચ્છમાં દરિયાઈ વિસ્તારમાંથી કેફી દ્રવ્યો મળવાનો સિલસિલો સતત ચાલુ જ રહ્યો છે. પેટ્રોલિંગ દરમ્યાન બીએસએફની ટીમને જખૌના શેખરણ પીર ટાપુ નજીકથી બિનવારસુ ૨૦ પેકેટ મળી આવ્યા હતા. ૩૦ લાખ રૂપિયાની કિંમતનો ચરસના આ જથ્થો બીએસએફ દ્વારા પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

(9:16 pm IST)