સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 29th July 2021

કચ્છમાં ફરી ખારેક કાંડ ? યુવા રાજકારણી રંગરેલીયા કરતાં રંગે હાથે ઝડપાયો ?

યુવા નેતા સતત એક યુવતીને બ્લેકમેઇલ અને ધમકી આપતો હતો ? જિલ્લા કક્ષાના નેતાના કાંડે કચ્છના રાજકારણમાં ખળભળાટ

રાજકોટ તા. ૨૯ :  કચ્છના રાજકારણમાં નલિયા સામૂહિક દુષ્કર્મ કાંડના પડઘા હજુ શાંત થયા નથી ત્યાં, ફરી કચ્છના રાજકીય યુવાન આગેવાનના કહેવાતા કરતુતને લઇ ભારે ચર્ચા જાગી છે. ભાજપના મોભીઓમાં ગણાતા નેતાના ચેલા દ્વારા સમાજની યુવતીને સતત બ્લેકમેઇલ કરીને શોષણ કરતો હોઇ સાથે રંગરેલીયા કરતાં ગુરૃ નેતાના હાથે રંગે પકડાઇ જવાની ઘટનાને લઇ ફરી કચ્છના રાજકારણમાં ભારે ચર્ચા જામ્યાનું બહાર આવ્યું છે.

ભુજના એક ભદ્ર સમાજની દિકરીને સત્તા પક્ષના મનાતા કચ્છ જિલ્લાના એક નેતા દ્વારા છેલ્લા કેટલાક સમયથી બ્લેકમઇલ કરીને મુન્દ્રા રોડ પર એક બંગલામાં વારંવાર શોષણ કરવામાં આવતું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

આ ઘટના સબંધે ભાજપના જ એક મોભી નેતાના કાને આ વાત જતાં એ મોભીને નેતાએ સમાજના કેટલાક અગ્રણીઓની સાથે રહી જિલ્લા સત્ત્।ા પક્ષના એ યુવા નેતાને રંગરેલીયા મનાવતાં રંગે હાથે પકડી પાડીને સારો એવો મેથી પાક ચખાડ્યો હોવાનું અને આ બાબતે યુવા નેતાને પૂર્વ મોભી નેતાએ સખ્ત શબ્દોમાં ન કહેવાનું કહી તેમજ સત્તા પક્ષમાં ઉચ કક્ષાએ બેઠેલા નેતાઓને પણ આ અંગે આકરી ભાષામાં જણાવવામાં આવ્યું હોવાનું સુત્રોમાં ચર્ચાઇ રહ્યું છે.

ભદ્ર સમાજની યુવતીની આબરૃ અને ઇજ્જતને કારણે આ ઘટના સબંધે પોલીસ સુધી મામલો પહોંચ્યો ન હતો. પરંતુ આ ઘટનાની ચર્ચાએ નલિયાકાંડની યાદ તાજી કરી દીધી હોવાની ભારે હવા છે.

જાણકારોના જણાવ્યા પ્રમાણે જે રંગે હાથે પકડાયો છે. અને જેણે પકડ્યો છે. તે એકમેકની નજીક હોવાની રાજકારણમાં ચર્ચા છે. ત્યારે અમુક નેતાઓના પીઠ બળ હેઠળ નવા નેતાઓ ફુલ્યા ફાલ્યા છે. અને જો હુકમી થકી બંધ બારણે આવા કૃત્ય આચરી રહયા હોવાની વાત બહાર આવી રહી છે પ્રસિધ્ધ થઇ છે.

આ કહેવાતા નેતા દ્વારા કેટલાક લોકોને ધાકધમકી આપી રૃપિયા પડાવવાની વાત પણ અગાઉ બહાર આવી હતી પરંતુ સત્તા સામે શાણ પણ ન હોય તેમ ભોગ બનનારાઓએ ચુપકીદી શેવી લીધી હતી, દારૃની મહેફીલ અને જુગાર સહિતના કિસ્સાઓમાં પણ નામ સામે આવ્યું છે. પણ તંત્રમાં વગને કારણે સારૃ સેટલમેન્ટ કરીને મામલો દબાવી દેવામાં આવ્યા હોવાનું ચર્ચાય છે.

(4:39 pm IST)