ગોંડલના ગુંદાળા ફાટકે ઉભેલી કારને રીક્ષા અડી જતાં ત્રણ શખ્સોએ બે યુવાનોને છરી મારી
ત્રણ શખ્સોએ બે યુવાનો પર છરી વડે હુમલો કરતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
ગોંડલ: શહેરના ગુંદાળા ફાટકે ઉભેલી કારમાં રીક્ષા અડી જવાની સામાન્ય બાબતે ત્રણ શખ્સોએ બે યુવાનો પર છરી વડે હુમલો કરતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના વોરાકોટડા રોડ હુડકો સોસાયટી ચિસ્તીયા મસ્જિદની બાજુમાં રહેતા રાહિલશાહ યુનુસશાહ શાદમદાર ઉ.વ.૨૫, તેના મિત્ર કલ્પેશ કિશોરભાઈ ચાવડા તેમજ ઈરફાન અબ્દુલભાઈ ગોરી, કલ્પેશની રિક્ષામાં બેસી ગુંદાળા ફાટક પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આગળ ઉભેલી ફોરવીલ ગાડીમાં રીક્ષા અડી જતા આવાસ ક્વાટર માં રહેતો એજાજ યુનુસભાઇ સલાટ તેમજ હરપાલસિંહ અને પૃથ્વીસિંહ નામના શખ્સો એ ઝઘડો કરી ધારદાર છરીઓ વડે હુમલો કરતાં રાહિલ તેમજ કલ્પેશને છરીના ઘા લાગી જતા ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બનાવ અંગે પોલીસે આઈપીસી કલમ 324 504 114 તથા જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી