સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 29th June 2022

કેશોદ પુરુષોતમ લાલજી ગૌ સેવા ટ્રસ્‍ટ ધ્‍વારા મેગા હેલ્‍થ કેમ્‍પ સંપન્ન

(સંજય દેવાણી ધ્‍વારા) કેશોદઃ પુરુષોત્તમ લાલજી ગૌ સેવા ટ્રસ્‍ટ કેશોદ  દ્વારા નિઃશૂલ્‍ક નેત્ર નિદાન કેમ્‍પ, ડાયાબિટીસ ચેક અપ તેમજ નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત હેલ્‍થ આઈ ડી મેગા કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતુ. શ્રી રણછોડદાસજી હોસ્‍પિટલ રાજકોટના સહયોગથી આ ગૌ શાળામાં દર માસના ચોથા રવિવારે કેમ્‍પનું આયોજન કરવામાં  આવે છે. દિનેશભાઈ કાનાબારના  જણાવ્‍યા મુજબ  યોજાયેલા આ મેગા કેમ્‍પમાં દાતા પરિવાર તથા ગૌ શાળાના ભીખુભાઇ ગોટેચા, ધીરૂભાઈ વણપરિયા, દિનેશભાઈ કાનાબાર, ડૉ. ધડુક, સરકારી હોસ્‍પિટલના અટારા, નાનજીભાઇ કિકાણી, ભગવતસિંહજી રાયજાદા દ્વારા દિપ પ્રાગટય કરવા માં આવેલ. જેમાં આંખના ૯૦ દર્દીઓ માંથી ૨૫ મોતીયાના દર્દીઓને વિના મુલ્‍યે ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્‍યા હતા.  નિઃશૂલ્‍ક હેલ્‍થ કાર્ડ કાઢી આપવામાં આવેલ હતા. આ ઉપરાંત સરકારી હોસ્‍પિટલ કેશોદ દ્વારા નિઃશૂંલ્‍ક ડાયાબિટીસના ૧૮ દર્દીઓને તપાસેલ હતા. આ કેમ્‍પના ભોજન દાતા  રૂપલબેન અલ્‍પેશભાઈ તન્ના રહ્યા હતા.

(2:08 pm IST)