News of Wednesday, 29th June 2022
ગૃહમંત્રીના જોઇન્ટ સેક્રેટરી મીશણે પરિવારે દ્વારકાધીશના દર્શન કર્યા
મંદિર ડીવાયએસપી સારડા જોડાયા
ખંભાળિયા તા.ર૯ : ગૃહમંત્રી હર્ષ સંઘવીના પી.એસ. જોઇન્ટ સેક્રેટરી તથા ૩પ વર્ષથી શિક્ષણ ગૃહ સહિતના અનેક વિભાગોમાં ખુબ જ સુંદર કામગીરી કરનાર જે.એમ.મીશણે દ્વારકાધીશના મંદિરે દર્શન કરીને ચરણપાદુકાની પુજા કરી હતી.
ભગવાનના દર્શન પુજા સપરિવાર કરીને ખુબ જ ધન્યતા અનુભવનાર શ્રી મીશણે દ્વારકા જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે જાણકારી પણ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પાસેથી મેળવી હતી.પુજા દર્શનની વ્યવસ્થામાં મંદિરના ડીવાયએસપી સમીર સારડા પણ જોડાયા હતા.
(2:08 pm IST)