સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 29th June 2022

મોરબીમાં અષાઢી બીજ નિમિતે યોજાનાર રથયાત્રા રૂટ પર પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યુ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૨૯ : મોરબીમાં અષાઢી બીજના પાવન પર્વે દર વર્ષે મચ્‍છુ માતાજીની પરંપરાગત રથયાત્રા યોજાય છે. જે રથયાત્રા પૂર્વે આજે મોરબી જીલ્લા પોલીસ દ્વારા રૂટ પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્‍યું હતું.

મોરબીના મહેન્‍દ્રપરામાં આવેલ મચ્‍છુ માતાજી મંદિરથી રથયાત્રા પ્રસ્‍થાન કરીને શહેરના મુખ્‍ય માર્ગો, નગર દરવાજા ચોક, ગ્રીન ચોક ફરીને નદીના કિનારે આવેલ મચ્‍છુ માતાજી મંદિર ખાતે પૂર્ણ કરવામાં આવે છે ત્‍યારે રથયાત્રા પૂર્વે આજે મોરબી એ ડીવીઝન, એસઓજી ટીમ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્‍યું હતું. જેમાં રથયાત્રાના સમગ્ર રૂટનું પોલીસે નિરીક્ષણ કર્યુ હતું.

રથયાત્રા દરમિયાન કોઈ અવરોધ ના સર્જાય તેમજ કોઈ અનિચ્‍છનીય બનાવ ના બને તે માટે પોલીસે આજે ફૂટ પેટ્રોલિંગ કર્યુ હતું. મોરબીમાં યોજાનાર રથયાત્રામાં સમગ્ર સૌરાષ્‍ટ્રભરમાંથી માલધારી સમાજના લોકો ઉમટી પડતા હોય છે ત્‍યારે રથયાત્રાના રૂટનું ફૂટ પેટ્રોલિંગ કરી પોલીસે સ્‍થિતિની સમીક્ષા કરી હતી.

(1:29 pm IST)