સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 29th June 2022

પોરબંદર કોસ્‍ટગાર્ડ અદ્યતન લાઇટ હેલીકોપ્‍ટરથી સજજઃ રાત્રી સર્ચ તથા રેસ્‍કયુ મિશન સહિત સુવિધા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.ર૯ :  ભારતીય તટરક્ષક દળ પોરબંદર ખાતે અદ્યતન લાઇટ હેલિકોપ્‍ટર એમ.કે.૩ સ્‍કવોડન તૈનાત કરવામાં આવી છે.

ઉત્તર પヘમિ તટરક્ષક દળ પ્રદેશની વધુ મજબુત બનાવવા માટે લેવામાં આવેલા પગલાંરૂપે પોરબંદરમાં એર એન્‍કલેવ ખાતે ભારતીય તટરક્ષક દળના મહાનિર્દેશક ડાયરેકટ જનરલ વી.એસ.પઠાનીયા દ્વારા અદ્યતન લાઇટ હેલિકોપ્‍ટર સ્‍કવોડન તૈનાત કરવામાં આવી છે.

આ સ્‍કવોડ્રનની  નિયુકિત સર્ચ એન્‍ડ રેસ્‍કયુ  તેમજ સમુદ્રી દેખરેખના ક્ષેત્રમાં સરકારની આત્‍મનિર્ભર ભારતની દુરદેશીને અનુરૂપ તટરક્ષક દળની આત્‍મનિર્ભરતા તરફ એક મોટી છલાંગ તરીકે અંકિત થઇ છે. હેલીકોપ્‍ટરોને હિન્‍દુસ્‍તાન એરોનોટિકસ લિમિટેક દ્વારા સ્‍વદેશમાં જ તૈયાર કરવામાં આવ્‍યા છે. જેમાં અદ્યતન રડાર સહિત સૌથી નવીનતમ ઉપકરણોના ઉપયોગ કરવામાં આવ્‍યો છે. તેમજ ઇલેકટ્રો ઓપ્‍ટિકલ સેન્‍સર શકિત એન્‍જિન, સંપુર્ણ ગ્‍લાસ કોકપીટ, ઉચ્‍ચ તીવ્રતાની સર્ચ લાઇટ, અદ્યતન કમ્‍યુનિકેશન સિસ્‍ટમ ઓટોમેટીક ઓળખ  સિસ્‍ટમ અને સર્ચ એન્‍ડ રેસ્‍કયુ હોમર જેવી અન્‍ય સવિધાઓથી સજજ છે.

આ સુવિધાઓ તેમને સમુદ્રી જાસુસી હાથ ધરવા તેમજ દિવસ અને રાત બંને સમય દરમિયાન જહાજોમાંથી કામ કરતી વખતે પણ વિસ્‍તૃત રેન્‍જમાં સર્ચ અને રેસ્‍કયુ કાર્ય હાથ ધરવા માટે સક્ષમ બનાવે છે. ગંભીર રીતે બીમાર દર્દીઓના સ્‍થાનાંતરણની સુવિધા માટે આ એરક્રાફટમાં ભારે મશીનગન સાથેના આક્રમક પ્‍લેટફોર્મ પરથી તબીબી સઘન સંભાળ યુનિટ ધરાવતા સૌમ્‍ય પ્‍લેટફોર્મ પર પોતાની ભુમિકા બલવાની ક્ષમતા છે. આજ દિન સુધીમાં આવા તેર એરક્રાફટને તબકકાવાર રીતે ભારતીય તટરક્ષક દળમાં સમાવવામાં આવ્‍યા છે.અને તેમાંથી ચાર એરક્રાફટને પોરબંદર ખાતે રાખવામાં આવ્‍યા છે. તેને સેવામાં સમાવવામાં આવ્‍યા ત્‍યારથી આજ દિન સુધીમાં આ સ્‍કવોડ્રને કુલ ૧ર૦૦ કલાક કરતા વધારે ઉડાન ભરી છે. અને દીવના દરિયા કિનારે પ્રથમ રાત્રિ સર્ચ એન્‍ડ રેસ્‍કયુ મિશન સહિત સંખ્‍યાબંધ ઓપરેશનલ મિશનો હાથ ધર્યા છે. યુનિટ કમાન્‍ડન્‍ટ સુનીલ દત્ત દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે. પોરબંદર ખાતે આ સ્‍કવોડ્રનની નિયુકિતથી ગુજરાત પ્રદેશના સુરક્ષાની દ્રષ્‍ટીએ સંવેદનશીલ વિસ્‍તારોમાં ભારતીય તટરક્ષક દળની ક્ષમતાઓને મોટો વેગ પ્રાપ્‍ત થશે.

(11:59 am IST)