સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 29th June 2022

દ્વારકામાં માતા-પુત્રને મારી નાખવાની ધમકી

જામખંભાળિયા તા.ર૯ : રૂપેણ બંદર વિસ્‍તારમાં રહેતા હવાબેન મુસાભાઇ જાફરભ,ાઇ ભેસલીયા નામના પ૦વર્ષના મહિલાની બાજુમા રહેતા મુળ સુત્રાપાડાના રહીશ સાહિલ જાફર ભેસલીયા નામના શખ્‍સે ફરીયાદી હવાબેનના દિકરા હુશેનને મારી પત્‍ની સામે કેમ વાતચીત કરે છે ? તેમ કહી ગાળો કાઢી હવાબેન તથા તેમના પુત્ર હુશેનની મારી નાખવાની ધમકી આપતા આ બનાવ અંગે ગુનો નોંધવામાં આવ્‍યો છે.

ભાડથર ગામે દેશી દારૂની

ભઠ્ઠી ઝડપાઇઃ આરોપી ફરાર

ભાડથર ગામેઆવેલી ખાટલાધાર સીમ વિસ્‍તારમાં રહેતા નાથા લખમણ અવસુરા નામના શખ્‍સ  દ્વારા મકાનના રસોડામાં દેશી દારૂ બનાવતા પોલીસે દરોડો પાડી આ સ્‍થળેથી દારૂ બનાવવા માટેના વિવિધ સાધનો વિગેરે મળી કુલ રૂપિયા ૬૧પ૦નો મુદામાલ કબ્‍જે કર્યો હતો. જો કે આ સ્‍થળેથી આરોપી નાથા લખમણ અવસુરા મળી ન આવતા પોલીસે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

આ જ વિસ્‍તારમાં પોલીસની કાર્યવાહી દરમિયાન હરજુગ નાગશી અવસુરાના મકાનમાંથી દેશી દારૂનો જથ્‍થો પણ મળી આવતા પોલીસ દ્વારા તેની સામે પણ પ્રોહીબીશન એકટ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.

ઓખાના શખ્‍સ છરી

સાથે ઝડપાયો

ઓખાના ગાંધીનગરી વિસ્‍તારમાં રેહતા અમર ઉર્ફે મેલો જુનસભાઇ ભાયા નામના ૧૯ વર્ષા શખ્‍સને પોલીસે છરી સાથે નીકળતા ઝડપી લીધો હતો.

કલ્‍યાણપુરમાં પીધેલો

કાર ચાલક ઝડપાયો

કલ્‍યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા ભાવેશ દિલીપભાઇ ધોકીયા નામના રર વર્ષના યુવાનને પોલીસે હર્ષદ રોડ પરથી કેફી પીણુ પીધેલી હાલતમાં  મોટરકારમાં નીકળતા ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:39 am IST)