સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 29th June 2022

જૂનાગઢમાં વિહિપ દ્વારા સફાઇ અભિયાન

 જૂનાગઢ : જયશ્રી ટોકિઝ પાસે આવેલ ફાટકથી અંદર જતા પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ પાસેના રોડ પર આવેલ હનુમાનજીનાં મંદિરની સફાઈ વિશ્વ હિન્‍દૂ પરિષદ અંતર્ગત બજરંગદળની જૂનાગઢ મહાનગર ટીમ દ્વારા કરવામાં આવી હતી. ત્‍યારે બજરંગદળ સંયોજક વિપુલભાઈ આહીર, સહ સંયોજક અલ્‍પેશભાઈ ગૌસ્‍વામી, સહ સંયોજક હિરેનભાઈ મંગનાની, વોર્ડ સંયોજક રાજુ ભાઈ રાઠોડ, મહાનગર ના મંત્રી હિરેનભાઈ રૂપારેલિયા, કોષાધ્‍યક્ષ દેવલભાઈ ગોંધિયાં, પ્રખંડ સહમંત્રી નથુભાઈ આહીર, વોર્ડ કાર્યકર્તા કિશનભાઇ ઠુમ્‍મર તેમજ પ્રખંડ મંત્રી પરાગભાઇ તન્ના ઉપસ્‍થિત રહ્યા હતા.(તસ્‍વીર-અહેવાલ : વિનુ જોષી જૂનાગઢ)

(11:32 am IST)