સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 29th June 2022

દામનગરમાં સંકલનનાં અભાવે ખોડીયારનગરના લોકો અને ખેડૂતો હેરાન

(વિમલ ઠાકર દ્વારા) દામનગર, તા.૨૯: દામનગર શહેર માં રેવન્‍યુ રેલવે અને પાલિકા વચ્‍ચે સંકલનનો અભાવ જવાબદારીની ફેંકાફેકી સંકલન માં મુકાયેલ પ્રશ્‍નોમાં થયેલ હુકમ નો અનાદર દામનગર શહેરની આર્થિક પછાત ખોડિયારનગર ખેડૂતોનો ખેતીમાં જવાનો રસ્‍તો અડધો ઇસ વરસાદથી બંધ ગરનાળામાં વરસાદી પાણી ભરાયા ખોડિયારનગરના રહીશો રેલવે ટ્રેક ઓળગી જોખમી અવર જવાર માટે મજબૂર પણ ખેડૂતો નું શુ ? રસ્‍તા અકારવાની હુકુમત ધરાવતી પાલિકા અધિનિયમ ૧૯૬૩ની ૬૯થીં નવા રસ્‍તાનો અધિકાર છે પણ પાલિકા તંત્રને આર્થિક પછાત વસાહતના વિકાસમાં રસ નહિ હોય ? ૮૦૦ વિદ્યાર્થી વધુ ખેતીની જમીન રસ્‍તા વાંકે બિન ખેડવાણ પડી રહેવા પામી છે આ પ્રશ્‍નો લાઠી તાલુકા પ્રાંત અધિકારી સમક્ષ સંકલનમાં રજૂ થતા ધારાસભ્‍ય તાલુકા મામલતદાર સહિત રેવલે તંત્ર સ્‍થળ વિઝીટ કરી સમસ્‍યા જાણી પણ પછી નિકાલ કયારે ? માત્ર અડધા ઇંચ વરસાદ માં રસ્‍તો બંધ આ સમસ્‍યા કાયમી છે પાલિકા ને વેરો ભરતા ખોડિયારનગર ના રહીશો ને રસ્‍તા નો અધિકાર મળશે ? કે કેમ આટલી મોટી આર્થિક પછાત વસાહત અને ખેડૂતો ની પીડા દૂર કરવી તંત્ર ની ફરજ નથી ? રસ્‍તા વાંકે હાલાકી ભોગવતા દામનગર શહેર ના ખોડિયારનગર અને ખેડૂતો માટે કંઈક કરો તેવી માંગ ઉઠી છે.

(11:03 am IST)