સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 29th June 2022

જૂનાગઢમાં શૈક્ષણિક સંસ્‍થામાંથી રૂા. ૧૮,૫૦૦ના મુદ્દામાલની ચોરી

સીસીટીવી કેમેરામાં ચોરીની ઘટના : તસ્‍કરો ટીવી, ઘીનો ડબ્‍બો પણ લઇ ગયા

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૯ : જૂનાગઢમાં એક શૈક્ષણિક સંસ્‍થામાંથી તસ્‍કરો રૂા. ૧૮,૫૦૦નો મુદ્દામાલ ચોરી ગયા હોવાની તાલુકા પોલીસમાં ફરિયાદ થઇ છે.
જૂનાગઢ છગનભાઇ હંસરાજભાઇ રાખોલીયાની વડાલ ગામે રાજકોટ હાઇવે પર આવેલ ભાગીદારીની શૈક્ષણિક સંસ્‍થામાં તસ્‍કરો ખાબકયા હતા.
સંસ્‍થાના ભોજનાલયમાંથી નિશાચરો ટીવી, તથા રસોડામાંથી ઇલેકટ્રીક સગડી તેમજ ઘીનો ડબ્‍બો મળી કુલ રૂા. ૧૮,૫૦૦ કિંમતો મુદ્દામાલ ચોરી થઇ નાસી ગયા હતા.
ચોરીની ઘટના સંસ્‍થાનાં સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. જેમાં ત્રણ તસ્‍કરો આવ્‍યા હોવાનું જણાતા એએસઆઇ એમ.બી.મકવાણાએ તપાસ હાથ ધરી છે.

 

(10:50 am IST)