સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 29th June 2022

કાલથી જૂનાગઢમાં અનોખા કાફેનો પ્રારંભ : પ્‍લાસ્‍ટીક જમા કરી પ્રાકૃતિક ફૂડ મેળવો

કાલે રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્‍તે પ્રારંભ : પ્રાકૃતિક ભોજન નાસ્‍તાની મજા માણી શકશે : પત્રકારોને માહિતી આપતા કલેકટર રચિત રાજ

(વિનુ જોશી દ્વારા) તા. ૨૯ : જૂનાગઢ ખાતે રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રત પ્રાકૃતિક પ્‍લાસ્‍ટીક કાફેનો આરંભ કરાવશે. જેમાં જૂનાગઢવાસીઓ પ્રાકૃતિક ભોજન, નાસ્‍તાનો આનંદ લઇ શકશે.આ દેશનું સૌ પ્રથમ પ્‍લાસ્‍ટીક કાફે બનશે. જેમાં પ્‍લાસ્‍ટીક જમા કરાવવાથી પ્રાકૃતીક ફુડ અને સરબત મળશે.

જૂનાગઢ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા પ્‍લાસ્‍ટીક મુક્‍ત જૂનાગઢ માટે નવતર પહેલ કરવામાં આવી છે. જૂનાગઢᅠ જિલ્લામાં પ્રથમ વાર પ્રાકૃતિક પ્‍લાસ્‍ટીક કાફેનો આરંભ થશે.તા.૩૦ જૂનના રોજ રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતના હસ્‍તે કાફેનો આરંભ થશે. આ પ્રાકૃતિક પ્‍લાસ્‍ટીક કાફેમાં જૂનાગઢવાસીઓ પ્રાકૃતિક ભોજન, નાસ્‍તાનો આનંદ લઇ શકશે. તેમ જિલ્લા કલેકટર રચીત રાજે માધ્‍યમકર્મિઓ સાથે સંવાદ કરતા જણાવ્‍યુ હતુ.

તેમણે આ તકે પ્‍લાસ્‍ટિક વપરાશ અંગેની સાયન્‍ટિફિક માહિતી આપતાં જણાવ્‍યું હતું કે, પ્‍લાસ્‍ટિકની એક બોટલને ડીકમ્‍પોઝ થતા ૪૦૦ વર્ષ લાગે છે. ભારતમાં દરરોજ ૧૦૩૭૬  ટન પ્‍લાસ્‍ટિકનો વપરાશ થાય છે. દર વર્ષે ૫૦૦ બિલિયન પ્‍લાસ્‍ટિક બેગનો વપરાશ થાય છે. વર્ષ ૨૦૫૦ સુધીમાં દરિયામાં માછલીથી વધુ પ્‍લાસ્‍ટિક જોવા મળશે.જૂનાગઢવાસીઓને પર્યાવરણ જાળવણી, શારીરિક અને માનસિક  હેલ્‍થ માટે પ્રાકૃતિક ખોરાક તરફ વળવા અને પ્‍લાસ્‍ટીકના વપરાશ બંધ કરવા અપીલ કરી હતી. આમ કરી આપણે પર્યાવરણ અને રાષ્ટ્રની સેવા કરી શકીશું.

પ્રાકૃતિક પ્‍લાસ્‍ટીક કાફે અંગે મીડીયા કર્મીઓ સાથે સંવાદ સાધતા કલેકટરે વધુમાં જણાવ્‍યુ હતુ કે,ᅠપ્રાકૃતિક પ્‍લાસ્‍ટીક કાફેમાં લોકો પ્રાકૃતિક ભોજન-નાસ્‍તાનો આનંદ લઇ શકશે. આ કાફેમાં પ્‍લાસ્‍ટીકના પ્રદૂષણને દુર કરવા પ્‍લાસ્‍ટીક વેસ્‍ટ કલેકશન કરાશે. લોકોને પ્રાકૃતિક ફુડ ઘરે બેઠા મળી શકે એ માટે ઝોમેટો,ᅠસ્‍વીગી દ્વારા ઓર્ડર થઇ શકશે. આ ઉપરાંત કેશલેશ સર્વીસને પ્રોત્‍સાહન આપવા કેશલેશ સર્વીસ, માટીમાથી બનાવેલ વાસણોનું વેચાણ થશે. મહિલા સશક્‍તિકરણને પ્રધાન્‍ય મળે એ હેતુસર સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપની મહિલાઓ દ્વારા આ કાફેનું સંચાલન થશે.

કલેકટરે સભાખંડ ખાતે યોજાયેલી પ્રેસ કોન્‍ફરન્‍સમાં કાફેને લગતી માહિતી ઉપરાંત પ્‍લાસ્‍ટીક પ્રદુષણ વપરાશ,ᅠપ્‍લાસ્‍ટીક વેસ્‍ટ મેનેજમેન્‍ટ એક્‍ટની સાઇન્‍ટીફીક માહિતી પણ આપી હતી. પ્‍લાસ્‍ટિક વેસ્‍ટ મેનેજમેન્‍ટ ૨૦૨૧  અંતર્ગત તારીખ ૧/૭/૨૦૨૨ થી દેશભરમાં સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્‍યો છે. ત્‍યારે જૂનાગઢવાસીઓને આ એકટની અમલવારી કરવાᅠઅને  સસ્‍ટનેબલ ડેવલપમેન્‍ટનું પાલન કરવા અનુરોધ કર્યો હતો.

(10:29 am IST)