ઉનામાં નિઃશુલ્ક યોગ કરાવતા યોગ ગુરૂ પાંચાભાઇ દમણીયાનું વિશીષ્ટ સન્માન
ઉના, દમણીયા પ્રેરીત યજ્ઞ-યોગ-ગ્રુપ દ્વારા વર્ષોથી નિઃશુલ્ક યોગ કરાવતા યોગ ગુરૂનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યુ હતુ.
સુપ્રસિધ્ધ વૈદ્ય આચાર્યશ્રી પાંચાભાઇ દમણીયા દ્વારા ૩ દાયકાથી યોગ-યજ્ઞ અને આયુર્વેદિક પધ્ધતિથી તપાસ-નિદાન-સારવાર કરી રહેલા વૈદિક યજ્ઞ - યોગ ગ્રુપ દ્વારા વિષ્ટક યોગ ગુરૂઓ કે જે વર્ષોથી નિઃશુલ્ક યોગના વર્ગો ચલાવતા દાસભાઇ, મનુભાઇ જોશી સુરેશભાઇ જોશી વિગેરેનું સન્માનપત્ર શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ ઉના નગરપાલિકાના ટાઉન કરવામાં આવેલ હતુ. આ કાર્યક્રમ ઉના નગરપાલિકાના ટાઉન હોલમાં યોગાચાર્ય પાંચાભાઇ દમણીયાભાઇનો પરિચય યજ્ઞ ગ્રુપના વરિષ્ઠ સભ્ય દેવશંકરભાઇ પૂરોહિતે આપેલ હતો.
જીલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી રાવલભાઇ, યોગ ઉપર મનનીય વકત્વય આપેલ હતું. ગુજરાત યુવા પ્રવૃતિ દ્વારા દ્રોણેશ્વરમાં ચાલતા યોગ કેમ્પના તાલીમાર્થીઓએ યોગ નિર્દશન આપેલ હતુ. દમણીયાભાઇએ યોગ-યજ્ઞ ઉપર પ્રવચન આપેલ હતું. આ પ્રસંગે શ્રી દમણીયાનું ઉના નગરપાલીકાના સભ્યો, ગાયત્રી મંદિર - ઉના, શ્રુતિવિદ્યાલય- ઉના, ખાનગી શાળાઓ એસોસીએશન દ્વારા શાલ ઓઢાડી સન્માન કરાયુ હતુ. ડાયાભાઇ બાંભણીયાએ આભાર દર્શન કરેલ, ભગુભાઇ, કનુભાઇ, ગજેરાભાઇની ટીમના કાર્યકરોએ કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઇ કાપડીયાએ કરેલ હતું.