કેશોદના જુના ઘંસારી નજીક ચાલુ બાઇકે ચટણી છાંટીને 20,50 લાખની લૂંટ :સનસનાટી
હમીદાણા ગામે ખેડૂતોને પેમેન્ટ કરવા નીકળેલા લોહાણા વેપારી હરેશ માખેચાને રસ્તામાં લૂંટીને અજાણ્યા બાઈક સવારો ફરાર
કેશોદ-માંગરોળ રોડ પર જુના ઘંસારી ગામ નજીક રાત્રે ચાલુ બાઇકે ચટણી પાવડર છાંટીને લોહાણા વેપારી પાસેથી 20,50 લાખની લૂંટ કરીને અજાણ્યા બાઇકસવારો ફરાર થયાની ઘટનાથી સનસનાટી મચી જવા પામી છે
આ અંગે મળતી વિગત મુજબ લોહાણા વેપારી હરેશ મોહનલાલ માખેચા (ઉ,વ,42 )રાત્રે 7-45 વાગ્યાના સુમારે સફેદ કલરના બાચકામાં 20 લાખ અને 50 હજારની રકમ લઈને પોતાના બાઇકમાં હમીદાણા ગામે ખેડૂતોને પેમેન્ટ કરવા નીકળ્યા હતા ત્યારે મોટી ઘસારી આગળ જતા પાછળથી બાઈક પર બે અજાણયા શખ્સો આવીને મરચા પાવડર છાંટતા હરેશનું બાઈક રોડથી નીચે ઉતરી ગયું હતું દરમિયાન અજાણ્યા શખ્શોએ રૂપિયાનું બચકું આંચકીને બાઈક પર સવાર થઈને ફરાર થઈ ગયા હતા
આ લૂંટના બનાવની જૂનાગઢ કંટ્રોલને જાણ કરતા પોલીસે લૂંટારૃઓએ ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે