સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 29th June 2019

સ્ટેટ વિજીલન્સનો દરોડોઃ બામણખોર પોલીસ ઉંઘતી ઝડપાઇ

ચોટીલાનાં દેવપરામાં પ૦૧ પેટી દારૂ સાથે અડધા કરોડનો મુદામાલ જપ્ત

રાજસ્થાન પાસિંગનું ટ્રેલર, મેટાડોર, બોલેરો સહિતના વાહનો સાથે એક ઝડપાયોઃ અન્ય આરોપીઓ નાસી છૂટ્યા

ચોટીલા-વઢવાણ, તા. ર૯ : ચોટીલા પંથકનો સીમ વિસ્તાર દારૂનાં ધંધાર્થીઓ માટે સ્વર્ગ સમાન બની રહેલ છે ત્યારે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ વિજીલન્સની ટીમે શુક્રવારના મધરાતે દેવપરા વિસ્તારમાં ચાલુ કટીંગ ઉપર છાપો મારતા 50 લાખ થી વધુનો મુદ્દામાલ એક સ્થાનિક એક આરોપી સાથે ઝડપી પાડતા પંથકમાં ચકચાર મચેલ છે.

વિજીલન્સના આ દરોડાની મળતી માહિતી મુજબ પીએસઆઇ એસ એન રામાણી,એ એમ ચાવડા તથા તેમની ટીમે હકિકતના આધારે આણંદપુર નજીકનાં દેવપરા (નવાગામસીમમાં વાડીમાં દરોડા પાડતા નાસભાગ મચી ગયેલ હતી

બુટલેગરો અંધારામાં વાહાનોમાં રાજસ્થાન પાર્સિંગનાં ટોરસમાંથી તથા દારૂનો જથ્થો અન્ય વાહાનોમાં કટીંગ કરી રહ્યા હતા તે સમયે અચાનક સ્ટેટ વિજીલન્સની જાબાંઝ ટીમ ખાનગી વાહનમાં વાડીમાં કટીંગ ઉપર ત્રાટકી હતી આ દરોડામાં આરોપીઓ અંધારામાં નાસી છુટેલ હતા જોકે એક સ્થાનિક આરોપી પોલીસનાં સકંજામાં આવી ગયેલ છે પોલીસે અલગ અલગ વાહાનમાં કટીંગ કરી ભરેલ ઇગ્લીશ દારૂ તેમજ ટ્રેલરમાં ભરેલ મેકડોનાલ્ડ અને પાર્ટી સ્પેશ્યલ વ્હીસ્કીની ઇગ્લીશ દારૂની 501 પેટી બોટલ નંગ 6012 તેમજ રાજસ્થાન પાર્સિંગનું ટ્રેલર, સુરેન્દ્રનગર પાર્સિંગનો ટાટા 407 ટેમ્પો,રાજકોટ પાર્સિંગનું આઇસર ટેમ્પો અને બોલેરો પીકઅપ મળી ૫૦ લાખ થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બામણબોર પોલીસમાં આરોપીઓ વિરુધ્ધ ગુનો દાખલ કરાવવા તજવીજ હાથ ધરી છે

રાજસ્થાન પાર્સિંગનાં ટ્રેલરમાં દ્યઉનાં કોથળાની આડાશમાં બામણબોરનાં દેવપરા સુધી અનેક ચેક પોસ્ટ, પોલીસનું સતત રહેતા પેટ્રોલીંગ ની વચ્ચે પહોચે અને ધંધાર્થીઓ આરામ થી કટીંગ કરતા હોય અને સ્થાનિક પોલીસ ની બદલે રાજયની ટીમનો કાફલો ત્રાટકી નેટવર્કનો પર્દાફાશ કરે છે.

આ કામગીરીમાં પીએસઆઇ એસ. એન. રામાણી, એએસઆઇ ચાવડ, હેડ કોન્સ. જયસુખભાઇ રાણાભાઇ મહમદ હારૂનભાઇ, જયુભા પરમાર જોડયાા હતા. 

અત્રે ઉલ્લેખનીય છે કે લીમડી ડીવીઝન નીચે અડધા કરોડ થી વધુનો મુદ્દામાલ સાથે જથ્થો જે પકડાયો છે તે બીટનાં જમાદાર રજા ઉપર હતા તે અરસામાં મસમોટા ચાલુ કટીંગ ઝડપાતા કેટલાક ઉપર પગલા તોળાવાની ભીતી હોવાની બેડામાં ચર્ચા ઉઠી છે.

(1:17 pm IST)