જૂનાગઢની ઓમ એન્જીનીયરીંગ કોલેજ યુનિ.મેગા પ્લેશમેન્ટ યોજાયો
જૂનાગઢ ઓમ એન્જી.કોલેજ અને જીટીયુના સંયુકત ઉપક્રમે ૨૬ અને ૨૭મી જૂન ૨૦૧૯ના રોજ ૮ મી મેગા પ્લેશમેન્ટ ડ્રાઇવનું આયોજન કરાયુ હતુ. આ અગાઉ ઓમ કોલેજ દ્વારા ૨૦૧૫ થી લઇ ૨૦૧૮ સુધી સતત ૭ મેગા પ્લેસમેન્ટ ડ્રાઇવ યોજાઇ હતી. ૮મી મેગા પ્લેશમેન્ટ ડ્રાઇવમાં ૪૬ કરતા વધારે કંપની દ્વારા ૩૭૦ જેટલી જગ્યાઓમાં નોકરીની સુવર્ણ તક આપવામાં આવી. આ સુવર્ણ તકનો લાભ લેવા માટે સમગ્ર ગુજરાતમાંથી ૯૫ કરતા વધારે કોલેજના ૬૯૩થી વધારે વિદ્યાર્થીઓ ભરતી પ્રક્રિયામાં ભાગ લીધો હતો. જેમાંથી ૩૭૦ જેટલા વિદ્યાર્થીઓ શોર્ટલીસ્ટ થયા હતા. આ આયોજનમાં અતિથિ વિશેષ તરીકે મહેશભાઇ પંચાલ (જીટીયુના ડે. ડીરેકટર એન્ડ પ્લેસમેન્ટ હેડ) જગદીશભાઇ કોટડીયા (ફાલ્કન પંપના એમડી), ડો.આર.જી.ધમસાણીયા (જીટીયુ રાજકોટ ઝોન ડીગ્રી એન્જીનીયરીંગના ડીન) વૈભવ ચોકસી (કેડ સેન્ટરના ડીરેકટર) નમ્રતા બગથળીયા (સીઇડી ભાવનગર) ઉપસ્થિત રહ્યા હતા.