સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 29th June 2019

ઐસા ભી હોતા હૈ !! વિંછીયા તાલુકા પંચાયતમાં શુક્રવારે એકજ અધિકારી હાજર !!

 જસદણ : રાજયની મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત રાજની છાપ ગતિશીલ રાજય તરીકે ઉપસી રહી છે. ગુજરાતમાં લોકોના પ્રશ્નો ઝડપથી ઉકેલવા સરકાર અવનવા કાર્યક્રમો યોજી રહી છે. ત્યારે સોનાની થાળીમાં લોઢાની મેખ જેવો આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. વાત જોઇએ તો રાજકોટ જિલ્લાની જસદણ પાસેના વિંછીયા ગામની છે. વિંછીયા તાલુકા પંચાયતમાં તા. ર૮ ને શુક્રવારે જાણે કચેરીમાં રજા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. તાલુકા વિકાસ અધિકારી સહિત અનેક કર્મચારીઓ રજા ફરમાવવા હતા. આખી કચેરીમાં એક માત્ર અધિકારી એ.ટી.ડી.ઓ હાજર હતાં. બાકી કચેરીના તમામ ટેબલો ખાલી જોવા મળેલ. આ દિવસે પ૦ જેટલા અરજદારો સવારથી જ તાલુકા પંચાયતે આવીને બેસી ગયા હતા. તેમજ વિદ્યાર્થીઓ ક્રિમીલેયરના અને જાતિના દાખલા કઢાવવા કર્મચારી-અધિકારીની રાહ જોઇને બેઠા હતા, પરંતુ ગણ્યા ગાઠયા અરજદારોના સામાન્ય કામ થયા અને આખો દિવસ એક અધિકારીએ તાલુકા પંચાયત ચાલુ રહી હતી. આમ કેમ બન્યું. હાલ લગ્નગાળો નથી, વરસાદ પણ નહોતો છતાં બધા કર્મચારીઓ હાજર નહિ શું બધા કર્મચારીઓ નિયમ મુજબ રિપોર્ટ મૂકયા હતા, તે મંજુર કર્યા હતા. જો તાલુકા વિકાસ અધિકારીએ રિપોર્ટ મંજૂર કર્યા હોય તો બધાને એકસાથે રજા આપી શકાય ? આ બધા પ્રશ્નોની તપાસ જિલ્લા વિકાસ અધિકારીએ કરી જરૂરી પગલા પગલા ભરવા જોઇએ અને ભવિષ્યમાં બધા કર્મચારી રજા પર ન જાય તેની પણ તકેદારી રાખવા ગ્રામજનો અને અરજદારોમાં માંગણી ઉઠવા પામી હતી. શુક્રવારે વિંછીયા તાલુકા પંચાયતમાં તમામ કર્મચારી રજા પર હોવાનું પુરવાર કરતી તસ્વીરોમાં કર્મચારીના ટેબલ ખાલી નજરે પડે છે અને અન્ય તસ્વીરમાં અરજદારો રાહ જોતા નજરે પડે છે. (તસ્વીરઃ હુમામુદ્દીન કપાસી-જસદણ)

(11:34 am IST)