સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 29th June 2018

બોટાદ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

જમીન બિનખેતી કરવા એડવોકેટ પાસે 80 હજારની લાંચ માંગી હતી એસીબીના છટકામાં આબાદ સપડાયા

 

બોટાદ જિલ્લા પંચાયતનાં કારોબારી ચેરમેન સી.બી.ખંભાળિયા રૂપિયા 80 હજારની લાંચ લેતા ઝડપાયાં હતાં. જમીન બિન ખેતી કરવા માટે લાંચ માગી હતી.

  મળતી માહિતી મુજબ બોટાદ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિનાં ચેરમેન ચીમન બાબુભાઇ ખંભાળિયા ઉર્ફે સી.બી ખંભાળિયાએ ખેતીની જમીનને બિન ખેતી કરી આપવા માટે એડવોકેટ હરેશ ડોડિયા પાસે 80,000ની લાંચ માગી હતી.જો કે મામલે એસીબીએ  જિલ્લા પંચાયત બિલ્ડીંગમાં કારોબારી સમિતિનાં ચેરમેનની ઓફિસમાં લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. સમયે ચેરમેન ચમન ખંભાળિયા 80,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયાં હતાં

(10:42 pm IST)