સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 29th June 2018

ચોમાસામાં સિંહની સલામતી માટે નવતર પ્રયોગ :પથરાના ઢગલા બચાવશે સિંહોનો જીવ

અમરેલી અને લિલિયા વિસ્તારમાથી પસાર થતી શેત્રુંજી નદીના પટમાં 35 જેટલા સિંહ પરીવારોનું વિચરણ

અમરેલી :ચોમાસા દરમિયાન સિંહની સલામતી માટે નવતર પ્રયોગ થયો છે અમરેલી અને લિલિયા વિસ્તારમાથી પસાર થતી શેત્રુંજી નદીના પટમાં 35 જેટલા સિંહ પરીવારો વિચરણ કરી રહ્યા છે.નદીનો પટ સિહોનું કાયમી રહેઠાણ બન્યું છે સિવાય કાંઠાના બાવળોની ઝાડીઓમાં પણ સિંહોની અવરજવર રહે છે. ત્યારે ચોમાસા દરમિયાન સિંહોની સલામતી જોખમાય નહી માટે વન વિભાગ દ્વારા ખાસ આયોજન કરી માઉંટ બનાવવાનો નવતર પ્રયોગ કરવામા આવ્યો છે.

   શેત્રુંજી નદીમાં બે વર્ષ પહેલા પુરપ્રકોપના કારણે હજારો પશુઓ તણાઇને મોતને ભેટ્યા હતા. આમાં નવ જેટલા સિહોંના પણ તણાઇ જવાને કારણે મૃત્યુ થયા હતા. સંજોગોમાં અમરેલી વન વિભાગ દ્વારા વિસ્તારોમાં સિહોની સલામતી માટે ચાર જેટલા માઉંટ બનાવવામા આવ્યા છે અને ત્રણ ટુકડીઓ સતત દેખરેખ રાખી રહી છે.  

  અમરેલી રેંજ દ્વારા સિહોની સલામતી માટે પ્રિ મોન્સુન પ્લાનમાં માઉંટ બનાવાયા છે ત્યારે પ્લાન અને નવતર પ્રયોગ સિંહોને બચાવવામા કેટલો કારગત નિવડે છે તે તો આવનારો સમય બતાવશે

(9:50 pm IST)