સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 29th June 2018

સોમનાથ બાયપાસ ઉપર કાર- રીક્ષા વચ્ચે અકસ્માતમાં ૧૨ને ઇજા

 

વેરાવળ, તા.૨૯: સોમનાથ બાયપાસ રોડ ઉપર રીક્ષા અને ટ્રવેરા મોટરકાર ના ચાલકે હડફેટે લેતા રીક્ષામાં બેસેલા ૧ર ને ઈજાઓ સાથે સીવીલ હોસ્પીટલમાં સારવારમાં ખસડેલ જેમાં ૬ ને ફેકચર સહીતની ઈજાઓ હોવાથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પીટલમાં ખસડેલ છે. જીઆઈડીસી મચ્છી ઉદ્યોગમાં કામ કરી સંાજે પરત ઘરે જવા નીકળેલા જેમાં પ્રભાસપાટણ માં રહેતી હર્ષાબેન વાલજીભાઈ વાયલુ, ગંગાબેન કાળાભાઈ ગરેજા, રમાબેન ઉકાભાઈ બામણીયા, નયનાબેન ઉકાભાઈ બામણીયા, લલીતાબેન વાલજીભાઈ વાયલુ, હીરલબેન વિજયભાઈ ગઢીયા, ભગવતીબેન રાણાભાઈ પરમાર, આરતીબેન રાણાભાઈ પરમાર, મનીષાબેન વિજયભાઈ ગઢીયા, અનીતાબેન રમેશભાઈ બામણીયા, લક્ષ્મીબેન વિજયભાઈ ગઢીયા રીક્ષા નં. જીજે.૧૧.ટીટી ર૬૯૭ માં બેસીને જઈ રહેલ તે વખતે બાયપાસ ઉપર ભાલપરા ગામના પાટીગા પાસે મોટરકાર નં. જીજે.૧૧.એસ.૯૧૧૯ ના ચાલકે હડફેટે લેતા ની મોટી ઈજાઓ સાથે તાત્કાલીક હોસ્પિટલમાં સારવાર ખસેડેલ જયાં ૬ લોકોને ફેકચર સહીતીની ઈજાઓ હોવાની ખાનગી હોસ્પિટલમાં સારવાર ખસેડેલ હતા.

(4:22 pm IST)