માલવણ હાઇવે ઉપર ટાયર ફાટતા બે અકસ્માત : બે મોત
વઢવાણ તા. ૨૯ : માલવણ હાઇવે ઉપર બે જુદા-જુદા અકસ્માતના બનાવમાં બેના મોત નિપજ્યા છે. બે વ્યકિતઓને ઇજા થવાની પણ ઘટના બનવા પામેલ છે.
માલવણ હાઇવે ઉપર આવેલા વણી ગામના પાટીયા પાસે પીકઅપ ગાડી નં. જીજે૧સીટી-૮૮૭૭માં કાચ ભરીને જતી હતી ત્યારે અચાનક ગાડીનું ટાયર ફાટતા ગાડી પલ્ટી મારી ગયેલ હતા ત્યારે મુકેશ ખીરાભાઇ ડાભી કોળીનું ગંભીર હાલતમાં મોત નિપજેલ હતું. જ્યારે બે વ્યકિત જીતુભાઇ નરેશભાઇ મારવાડી અને દિપકભાઇને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બીજા બનાવમાં પણ ગાડીનું ટાયર ફાટવાની ઘટના માલવણ વિરમગામ વચ્ચે બનવા પામેલ છે. જેમાં મહમદ મુસ્તુફા મહમદ અજીજનું ઘાયલ અવસ્થામાં ઘટના સ્થળ ઉપર મોત નિપજતા તેનું ડેડબોડીને વિરમગામ - ગાંધી દવાખાને લઇ જવામાં આવેલ છે. વિરમગામ પોલીસે તપાસ હાથ ધરેલ છે.