સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 29th June 2018

જામનગર જિલ્લાની પાલિકાઓની વિત્તવ્યવસ્થા ઉપર મહાશોધ નિબંધ : ખામટાના જયેશભાઇ વસોયાને પીએચ.ડી.ની પદવી

રાજકોટ તા. ૨૯ : કન્યા વિદ્યાલય ખામટાના અર્થશાસ્ત્ર વિષયના શિક્ષક જયેશભાઇ પી. વસોયાએ 'ફાયનાન્સીસ ઓફ મ્યુનીસીપાલીટીઝ ઓફ જામનગર ડીસ્ટ્રીકટ એન ઇકોનોમીક એનાલીસીસ' વિષય પર મહાશોધ નિબંધ તૈયાર કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ માન્ય રાખી પીએચ.ડી.ની પદવી એનાયત કરી છે. આ મહાશોધ નિબંધ તેમણે જસાણી કોલેજના પ્રાધ્યાપક ડો. પી. એમ. ઉંધાડના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલ છે. જયેશભાઇ વસોયા (મો.૯૪૨૭૯ ૪૧૫૦૩) આ સિધ્ધીને કાલાવડ તાલુકા લેઉવા પટેલ સેવા સમાજના અગ્રણીઓ, બી.બી. એન્ડ પી.બી. હિરપરા કન્યા વિદ્યાલયના પ્રમુખ ગોપાલભાઇ અકબરી, મંત્રી જમનભાઇ તારપરા, મગનભાઇ શિયાણી, વેલજીભાઇ સભાયા, શાળાના આચાર્યશ્રીએ અભિનંદન પાઠવેલ.

(1:08 pm IST)